Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

બજેટ વપરાશ, ગ્રોથ અને નોકરી પર આધારિત હશે

ડિજીટલ પેમેન્ટ ઇકોનોમીન પ્રોત્સાહન અપાશે : કોર્પોરેટ ટેકસના રેટમાં ઘટાડો કરવા માટે યોજના તૈયાર

નવીદિલ્હી, તા. ૨૯: સામાન્ય બજેટ આડે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે બજેટમાં આ વખતે કેટલીક નવી ચીજો રહેશે. બજેટમાં વપરાશ, રોજગારી અને ગ્રોથ ઉપર મુખ્ય ધ્યાન અપાશે. બજેટ ૨૦૨૦-૨૧ને લઇને ત્રણ મુખ્ય મુદ્દા રાખવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણીમાં મોદી મેજિક વચ્ચે સતત બીજી વખત પ્રચંડ બહુમતિ સાથે જીત મેળવી લીધા બાદ આ બજેટને લઇને ખુબ આશા રાખવામાં આવી રહી છે. આ વખતે બજેટમાં રોજગાર, વિકાસ અને વપરાશ ઉપર ધ્યાન અપાશે. અર્થતંત્રના ઘણા ક્ષેત્રોમાં મંદીનો માહોલ છે. આવી સ્થિતિમાં તેજી લાવવાના પ્રયાસ થશે. છેલ્લા થોડાક વર્ષોમાં ભારતીય રિટેઈલ રોકાણકારોની ઉલ્લેખનિય સ્થિતિ રહી છે. આવી સ્થિતિમાં આ વખતે એફઆઈઆઈ પ્રવાહ ઉથલ પાથલની સ્થિતિમાં છે. જેથી ઈક્વિટી લિન્ક્ડ સેવીંગ સ્કીમમાં રોકાણકારો વધારે રસ દર્શાવી રહ્યા છે. આ વખતે બજેટમાં રોજગારી, લોકોના વપરાશ જેવા મુદ્દા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવનાર છે. અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકવા તથા ડિજીટલ પેમેન્ટ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે નવી પહેલ કરવામાં આવી શકે છે. પર્સનલ ટેક્સ લિમિટમાં વધારો થઇ શકે છે.

(4:01 pm IST)