Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

હવે ઇપીએફઓ પેન્શન સ્કીમમાં લઘુતમ રકમ વધે તેવા સ્પષ્ટ સંકેત

ઇપીએસની હદમાં આવનાર કર્મચારીઓને બજેટમાં રાહત મળશે : યોજના હેઠળ લઘુતમ પેન્શન રકમને વધારી દેવાની જાહેરાત બજેટમાં કરવામાં આવે તેવી સંભાવના : અટલ પેન્શન યોજના હદ વધે તેવી પણ પ્રબળ શકયતા

નવી દિલ્હી,તા. ૨૯: કેન્દ્રિય બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે તમામ પાસા પર અંતિમ વિચારણા ચાલી રહી છે. કેન્દ્રિય નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. બજેટમાં આ વખતે નાણાંપ્રધાન તમામ વર્ગના લોકો અને તમામ કારોબારીઓ માટે કોઇને કોઇ મોટી જાહેરાત કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ઇપીએફઓની પેન્શન સ્કીમમાં લઘુતમ રકમ વધારી દેવામાં આવે તેવી વકી છે. આની જાહેરાત કરવામાં આવી શકે છે.ય આ જાહેરાત કરવામાં આવ્યા બાદ ઇપીએસની હદમાં આવનાર કર્મચારીઓને સારા સમાચાર મળી શકે છે.

યોજના હેઠળ અટલ પેન્સન યોજનાની હદમાં વધારો કરવામા આવી શકે છે. ઇપીએફ નિયમો મુજબ એમ્પ્લોયર જે યોગદાન આપે છે તેમાંથી ૮.૩૩ ટકા હિસ્સો પેન્શન સ્કીમમાં જાય છે. એટલે કે એમ્પ્લોયરના કુલ ૧૨ ટકા યોગદાન  પૈકી માત્ર ૩.૮૭ ટકા હિસ્સો પેન્સન સ્કીમમાં જાય છે. એપીવાઇની હદ વધારી દેવાના પાસા પર પણ નિર્ણય કરવામાં આવી શકે છે. એનપીએસમાં વધારાની કરવેરા છુટછાટની જાહેરાત કરવામાં આવી શકે છે. ઇપીએસ હેઠળ લઘુતમ પેન્શન રકમ ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦૦ રૂપિયા કરવામાં આવી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)ની પેન્સન યોજના ઇપીએસની હદમાં આવનાર લોકો ઉત્સુકતાપૂર્વક બજેટની રાહ જોઇ રહ્યા છે. નાણાંપ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે ૨૦૨૦-૨૧ માટેનુ સામાન્ય બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આર્થિક સુસ્તીના માહોલમાં બજેટ રજૂ કરવામાં આવનાર છે. શ્રમિક સંગઠનોનુ કહેવુ છે કે સરકાર  જ્યારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કર્મચારીઓ અને વેપારીઓ માટે ૩૦૦૦ રૂપિયાની પેન્સન આપવા માટેની જોગવાઇ કરી શકે છે તો  પછી સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત રહેલા કર્મચારીઓને આનાથી ઓછો પેન્સન આપવાનો અર્થ રહેતો નથી.  શ્રમિક સંગઠન ભારતીય મજદુર સંગઠન ભારતીય મજદુર સંઘના મહાસચિવ બ્રજેશ ઉપાધ્યાયે કહ્યુ છે કે અમે સરકારની સમક્ષ ઇપીએસ હેઠળ લઘુતમ પેન્શન રકમને ૧૦૦૦ રૂપિયાથી વધારીને ૫૦૦૦ રૂપિયા કરવા માટેની માંગ મુકી છે. આ વખતે બજેટમાં લઘુતમ પેન્શન રકમ વધે તેવી શક્યતા છે.આ વખતના બજેટમાં શિક્ષણ, આરોગ્ય અને કૃષિ ક્ષેત્રમાં વધારે ધ્યાન આપવામાં આવી શકે છે.   શિક્ષણ ક્ષેત્ર  સાથે જોડાયેલા નિષ્ણાંતો દ્વારા કેટલીક માંગ કરવામાં આવી ચુકી છે.  શિક્ષણ ક્ષેત્ર માટે ફાળવણીને વધારી દેવા માટે ભલામણ કરી છે. સાથે સાથે જીએસટી હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે વધારે ટેક્સ રાહતો આપવા માટેની પણ માંગ કરી છે. નાણામંત્રીને લખવામાં આવેલા પત્રમાં કેટલીક માંગ કરવામાં આવી છ.

(3:59 pm IST)