Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

જેમ એન્ડ જવેલરી ક્ષેત્રે હજુ પણ ઉદાસીન ચિત્ર

ટ્રેડવોરનો લાભ લેવામાં કોઇ સફળતા હાથ ન લાગી : જુદા જુદા વૈશ્વિક પરિબળો વચ્ચે બજારમાં પ્રવેશવા જરૂર

નવીદિલ્હી,તા.૨૯: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના કારણે  હાલમાં વૈશ્વિક બજારમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. આર્થિક સુસ્તી વચ્ચે  જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં નિરાશાજનક સ્થિતિ રહેલી છે. જુદા જુદા દેશોમાં જે સ્થિતિ છે તે મુજબ કટ પોલીસ્ડ ડાયમંડમાં ૧૮.૮ ટકાથી વધુનો  ઘટાડો થઇ ચુક્યો છે. આવી જ રીતે ગોલ્ડ જ્વેલરી, કલર્ડ જેમ્સ સ્ટોનમાં પણ ઘટાડો થઇ ચુક્યો છે. ઇન્ડસ્ટ્રીને લગતા કેટલાક પડકારો આવી રહ્યા હોવા છતાં જુદા જુદા પરિબળોના લીધે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર પ્રતિકુળ અસર દેખાઈ રહી છે. ઇન્ડસ્ટ્રીનો આક્ષેપ છે કે, સરકાર ઉદાસીન વલણ અપનાવી રહી છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવોરનો અંત આવી ચુક્યો છે પરંતુ તે પહેલા ભારે નુકસાન થઇ ગયુ છે. ભારતીય સરકારના ઉદાસીન વલણના લીધે કોઇ લાભ મળી રહ્યો નથી. અમેરિકામાં નિકાસ માટેનો માર્ગ ખુલી ગયો છે. અનેક ચીની કંપનીઓએ ભારતની મુલાકાત લીધી છે અને તેમની નિકાસ શિફ્ટ કરવા માટેની શક્યતા પણ છે.

 જાણકાર લોકોનું કહેવું છે કે, ડાયમંડ પ્રોસેસર્સ છેલ્લા બે મહિનામાં કેટલીક રાહત અનુભવી ચુક્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં અતિ કઠોર વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જુદા જુદા દેશોની વાત કરવામાં આવે તો ન્યુયોર્ક સિટીમાં વિશ્વના સૌથી અમીર લોકોની સંખ્યા રહે છે. અહીં ૬૫ અબજોપતિ રહેલા છે જેની કુલ સંપત્તિ ૩ મિલિયન ડોલરની આસપાસની છે. શાંઘાઇ, ટોકિયો, લંડન, બેજિંગ, લોસએન્જલસ, હોંગકોંગ, સિડની પણ સૌથી વધારે મજબૂત સ્થિતિમાં રહેલા શહેરોમાં સામેલ છે. વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં અમીર લોકો ન્યુયોર્ક શહેરમાં રહે છે. મુંબઈમાં પણ મોટી સંખ્યામાં અબજોપતિ રહે છે.જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં તેજી લાવવા માટે બજેટમાં કેટલાક સારા રાહતના પગલા લેવામાં આવી શકે છે. બજેટ પહેલા આ સંબંધમાં આ ઉદ્યોગ દ્વારા રજૂઆત કરવામાં આવી ચુકી છે. હવે તેમના કારોબારીઓ આશા રાખી રહ્યા છે.

(3:59 pm IST)