Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

દિલ્હીની ચૂંટણીમાં ભડકાઉ ભાષણ કરવા ભાજપના નેતાઓને ભારે પડ્યા: ચૂંટણી પ્રચાર નહીં કરી શકે

ચૂંટણી પંચે પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરતાં ભાજપના સ્ટાર કેમ્પેઈની લિસ્ટમાંથી બહારનો રસ્તો દેખાડ્યો

નવી દિલ્હી : દિલ્હીની ચૂંટણીમાં ભડકાઉ ભાષણ કરવા બદલ હવે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિરૂદ્ધ ચૂંટણી પંચે લાલ આંખ કરી છે. ચૂંટણી પંચે પ્રવેશ વર્મા અને અનુરાગ ઠાકુર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરતાં ભાજપના સ્ટાર કેમ્પેઈની લિસ્ટમાંથી બહારનો રસ્તો દેખાડ્યો છે. જો કે આ બંન્ને નેતાઓ હજુ પણ ચૂંટણી પ્રચાર કરી શકે છે.

   ભાજપના સાંસદ પ્રવેશ વર્મા સતત દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિવાદિત નિવેદનો આપી રહ્યાં છે. ત્યારે આ સિલસિલો બુધવારે પણ યથાવત રહેતાં ભાજપના સાંસદનું એક નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની તુલના એક આતંકી સાથે કરી હતી. માદીપુરની એક સભામાં પ્રવેશ વર્માએ કહ્યું કે દેશમાં અરવિંદ કેજરીવાલ જેવાં નટવરલાલ અને આતંકીઓ છે.

   તેઓએ કહ્યું કે અમારે તો તે વિચારવું મજબૂર થવું પડશે કે આપણે કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ સામે લડીએ કે પછી કેજરીવાલ જેવા આતંકી સામે. આ પહેલાં પણ પ્રવેશ વર્માએ શાહીન બાગ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. મંગળવારે તેઓએ કહ્યું હતું કે શાહીન બાગમાં જે પ્રદર્શનકારીઓ બેઠાં છે તેઓ તમારા ઘરમાં ઘૂસી જશે અને તમારી માતા-બહેનોની સાથે રેપ કરશે. દિલ્હીમાં હવે કાશ્મીર જેવી સ્થિતિ ઊભી કરવામાં આવી રહી છે.

 

(2:04 pm IST)