Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

" ભારતનું ગૌરવ " : વિશ્વનો સૌથી ઉંચો ' ખારદુંગ લા ડેથ્રોન ' મોટરેબલ રોડ પૂર્ણ થવાના આરે : ભારત તથા ચીનની બોર્ડર ઉપર આવેલો સિયાચીન ગ્લેશિયર તરીકે ઓળખાતો આ વિસ્તાર હિમાલયના શિખરો અને પ્રદેશો સર કરવા માટે અગત્યનો : હવે બોર્ડર ઉપર સેવા આપતા જવાનોને ખોરાક સહિતની તમામ જરૂરી ચીજવસ્તુઓ હેલીકૉપટરને બદલે રોડ રસ્તે મોકલી શકાશે : ટૂંક સમયમાં નાગરિકો માટે પણ ખુલ્લો મુકાશે

ન્યુદિલ્હી : " ભારતનું ગૌરવ " : વિશ્વનો  સૌથી ઉંચો '  ખારદુંગ લા ડેથ્રોન ' મોટરેબલ રોડ  ભારતમાં છે. આ વિસ્તારનું મહત્વ એટલા માટે છે કે હિમાલયના તમામ શિખરો તથા પ્રદેશો  સર કરવા માટેનું આ પ્રવેશદ્વાર છે.જેની બોર્ડર ઉપર ચીને પણ મિલિટ્રી મથક શરૂ કર્યા છે. લેહથી 230 કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં  ભારતે ગૌરવ લઇ શકાય તેવો વિશ્વનો સૌથી ઊંચો તથા 250 કિલોમીટર લાંબો  '  ખારદુંગ લા ડેથ્રોન ' મોટરેબલ રોડ બનાવ્યો છે. તેની કામગીરી પૂર્ણ થવાના આરે છે. જેના મારફત બોર્ડર ઉપર સેવા આપતા જવાનોને ખોરાક સહિતની તમામ જરૂરી ચીજવસ્તુઓ રોડ રસ્તે મોકલી શકાશે . અત્યાર સુધી આ માટે હેલીકૉપટરનો ઉપયોગ થઇ રહ્યો હતો તેના બદલે આ રોડ જવાનો તથા ચીજવસ્તુઓની આવનજાવન માટે ભારે ઉપયોગી થઇ પડશે

વિશ્વના સૌથી ઉંચા યુદ્ધક્ષેત્ર તરીકે ઓળખાતું સિયાચીન ગ્લેશિયર ભારત-પાક એલઓસીના  છેડે આવેલું છે. જ્યાં માઇન્સ 40 ડિગ્રી ઉષ્ણતામાન હોય છે.એટલું જ નહીં ઉનાળામાં પણ માઇન્સ 10 ડિગ્રી તાપમાન ધરાવતા આ વિસ્તારની કડકડતી ઠંડીએ  2003 ની સાલ સુધીમાં  2 હજાર જેટલા માણસોના હાડ  થીજાવી નાખ્યા છે. હવે આ  વિસ્તારમાં કચરાના પ્રદૂષણના કારણે હિમનદીઓનો પ્રવાહ પણ અટકવા લાગ્યો છે.ત્યાં વસતા બ્રાઉન રીંછ ,ચિત્તા ,તેમજ આઈપેક્સ જેવી પ્રજાતિઓનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ ગયું છે.

ભારતના જમ્મુ કાશ્મીરમાંથી 370 મી કલમ દૂર કરાયા પછી આ બંને પ્રદેશને અલગ કેન્દ્ર શાષિત રાજ્ય તરીકે જુદા પાડવામાં આવે ત્યાર પહેલા  ભારત માર્ગ દ્વારા કનેક્ટિવિટી વધારવાના પ્રયત્નમાં  છે.

દેશવાસીઓ માટે ખાસ રોમાંચક અને ગૌરવ સાથે આનંદદાયક ઘટના એ છે કે ભારતીય સેનાએ તાજેતરમાં કરેલી જાહેરાત મુજબ હવે સિયાચીન ગ્લેશિયર નાગરિકો માટે ખુલ્લું મુકાશે જે બાબત આપણે  સપનામાં પણ વિચારી શકતા નહોતા પરંતુ, હવે ટૂંક સમયમાં  આપણા સપના હકીકતમાં પલટાશે. આપણે વિશ્વના સૌથી વધુ ઊંચા અને મહત્વના  રસ્તા પર આગળ વધી પદાર્પણ કરી શકીશું . અલબત્ત પાતળી હવા જરૂર મુશ્કેલરૂપ બની શકે પરંતુ સાથોસાથ આપણા જવાનોની પરિસ્થિતિ આપણે સમજી શકીશું અને એક નવા જ સાહસનો આનંદ મેળવી શકશું .

વિશ્વના સૌથી ઉંચા રસ્તાનું નિર્માણ સરળ નહોતું જ્યાં માનવ જ નહીં, પણ મશીનની કાર્યક્ષમતા પણ 50% ઘટી જાય છે. મશીન ઓપરેટરોએ દર 10 મિનિટમાં એક શ્વાસ લેવા અથવા જીવલેણ બીમારીનું જોખમ દૂર કરવા નીચે આવવું પડે છે. આ સાહસ તથા નવનિર્માણમાં સામેલ કર્મચારીઓને આરોગ્યના ગંભીર પ્રશ્નો જેવા કે હાઈ બ્લડ પ્રેશર, મેમરીમાં ઘટાડો અને આંખોની રોશનીનો સામનો કરવો પડે છે. આ પરિબળો મહાન ખર્ચ જેટલા જ છે જેનો કેન્દ્રશાસિત પ્રદેશો બનવા પર રણનીતિક લાભ મેળવવા માટે પ્રાથમિકતા આપવામાં આવી હતી.

ભારત દેશના આ અભૂતપૂર્વ સાહસ માટે તમામ દેશવાસીઓ ગૌરવ લઇ શકે તેવી આ બાબત છે જે પડકાર હતો તેને ભારતીય સેનાએ ઝીલી બતાવ્યો છે. " જવાનોને સલામ ".

(1:55 pm IST)