Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

ટોચની બેડમિન્ટન ખેલાડી સાઈના નહેવાલ ભાજપમાં જોડાઈ : કહ્યું- નરેન્દ્ર સર પાસેથી મને પ્રેરણા મળે છે

હું જોઉ છું કે નરેન્દ્ર મોદી દિવસ રાત મહેનત કરે છે અને દેશ માટે કામ કરે છે

નવી દિલ્હી :બેડમિન્ટન જગતમાં ભારતને અનેક યાદગાર જીત અપાવનાર ખેલાડી સાઈના નેહવાલે આજથી પોતાની રાજકીય કારકિર્દીના ડગ માંડી દીધા છે. સાઈના નેહવાલ ભાજપમાં જોડાઈ છે. સાઈના સાથે તેની બહેન પણ ચંદ્રાન્શુએ પણ કેસરિયો ધારણ કર્યો છે.

દુનિયાની પૂર્વ નંબર વન બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલને આજે ભાજપની ઓફિસમાં પાર્ટી સદસ્યતા આપવામાં આવી. આ દરમિયાન ભાજપના મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે આજે ગર્વની વાત છે કે સાઈના નેહવાલ આજે ભાજપમાં સામેલ થઈ છે.

 આ અવસરે સાઈના નેહવાલે કહ્યું કે મને નરેન્દ્રસરથી ખુબ પ્રેરણા મળે છે. તેણે એમ પણ કહ્યું કે હું એવા પક્ષમાં જોડાઈ છું જે દેશ માટે કામ કરે છે. હું ખુબ હાર્ડવર્કિંગ છું અને હાર્ડવર્કિંગ લોકો મને ગમે છે. હું જોઉ છું કે નરેન્દ્ર મોદી દિવસ રાત મહેનત કરે છે અને દેશ માટે કામ કરે છે.

(1:16 pm IST)