Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સુબ્રમણ્યમ સ્વામીએ પણ નોંધાવ્યો હતો વિરોધઃ એર ઈન્ડિયાના ખાનગીકરણ સામે વધી રહ્યો છે વિરોધ

સંઘના મજદુર યુનિયને એર ઈન્ડિયાના વેચાણનો કર્યો વિરોધ

નવી દિલ્હી : એર ઈન્ડિયાના ખાનગી કરણ સામે વિરોધ વધી રહ્યો છે.  વિરોધીઓમાં  ભાજપાના પોતાના સાંસદ ઉપરાંત હવે  આગળ આવી છે. અ પહેલા  ભાજપા સાંસદ   સુબ્રમણ્યમ સ્વામીએ આા ખાનગીકરણને રાષ્ટ્રદ્રોહ ગણાવ્યો હતો. હવે ભારતીય મજદુર સંઘ (બીએમએસએ) સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

આરએસએસ સાથે સંકળાયેલ ટ્રેડ યુનિયન બીએમએસ એર ઈન્ડિયાની  સો ટકા હિસ્સેદારી વેંચી દેવાને  ખાનગી  ખેલાડીઓ ના હાથમં રમવા જેવુ ગણાવે છે. સંગઠનનુ કહેવુ છે કે ખાનગીકરણ કરીને સરકાર પોતાની જવાબદારીઓ બચી ન શકે  એટલે સરકારે એર ઈન્ડિયાનુ ખાનગીકરણ કરતા પહેલા સો વાર વિચારવુ જોઇએ.

સંગઠને પોતાના બયાનમાં કહ્યુ છે કે સાર્વજનીક ક્ષેત્રના ઉપક્રમોને ખાનગી હાથમાં  વેચવાથી મદદ નથી મળતી પહેલા પણ સરકારોએ  કરદાતાઓના પૈસાનો ખાનગી ઉદ્યોગો બેંકોને બેલ આઉટ આપવામાં ઉપયોગ કર્યો  છે. સરકારના આ પગલા  ખાનગી   ઉદ્યોગોને અ પ્રત્યક્ષ રૂપે ફંડીગ કરાવવા જેવા રહ્યા છે. જ્યારે આ  ઉદ્યોગો નફા કરતા હોય ત્યારે પોતાનો હિસ્સો શેર નથી કરતા પણ જ્યારે ખોટ જાય છે ત્યારે સરકાર મદદ માટે આગળ આવી જાય છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૮માં પણ સરકાર એર ઈન્ડિયાને  વેચવાનો પ્રયાસ કરી ચૂકી છે પણ તે વખતે એક પણ ખરીદનાર નહોતો મળ્યો. એ વખતે સરકારે ૭૬ ટકા જ વેચવાનો નિર્ણય કર્યો હતો. માનવામાં આવે છે કે એ વખતે એક પણ ખરીદનાર ન મળવાને કારણે સરકારે આ વખતે ૧૦૦ ટકા વેચવાનો નિર્ણય કર્યો છે. (૧૭.૧૧)

 

(1:09 pm IST)