Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

હિમાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે ભારે બરફવર્ષા ત્રણ હાઈવે સહિત 200 જેટલા નાના મોટા રસ્તાઓ બંધ

જવાહર ટનલ પર પણ મોટા પ્રમાણમાં હિમ વર્ષા:જમ્મુ-શ્રીનગર હાઈવે છ કલાક સુધી બંધ

નવી દિલ્હી : હિમાચલ પ્રદેશમાં જાહેર કરવામાં આવેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે ભારે હિમવર્ષા થઈ છે. જેને પગલે ત્રણ હાઈવે સહિત પ્રદેશના 120 રસ્તાઓ અને 200 નાના મોટા પરિવહન માર્ગો બંધ થઈ ગયા છે. બરફને પગલે કાર સ્કિડ થઈ રહી છે જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. તો જમ્મુ કાશ્મીરમાં ખીણ પ્રદેશના વિસ્તારની સાથે જવાહર ટનલ પર પણ મોટા પ્રમાણમાં હિમ વર્ષા થઈ છે. જેને પગલે જમ્મુ-શ્રીનગર હાઈવે છ કલાક સુધી બંધ રાખવો પડ્યો હતો.

(1:02 pm IST)