Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કયુબામાં ૭.૭ તીવ્રતાનો ભૂકંપ : સુનામીનું એલર્ટ

મેકિસકો, ફલોરિડા સુધીનો વિસ્તાર ધણધણ્યો : ૧૪૦ કિ.મી. પશ્ચિમી - દક્ષિણમાં કેન્દ્રબિંદુ નોંધાયું

કિંગ્સટન તા. ૨૯ : જમૈકાના તટીય વિસ્તાર અને પૂર્વી કયૂબાની વચ્ચે કેરેબિયન સાગરમાં મંગળવારે સાંજે ભૂકંપનો તીવ્ર ઝટકો અનુભવાયો હતો. જમૈકા અને પૂર્વી કયૂબની વચ્ચે ૭.૭ની તીવ્રતાનો શકિતશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મોડી રાતે આવેલા આ ભૂકંપના આંચકાની અસર મેકિસકો અને ફલોરિડા સુધી જોવા મળી હતી.

જો કે ભૂકંપના કારણે કોઇ જાનહાનિના અહેવાલ હજી સુધી પ્રાપ્ત થયા નથી. અમેરિકાના ભૂવિજ્ઞાનિક સર્વેક્ષણ અનુસાર, ભૂકંપ મોટેગો બે અને જમૈકાના ૧૪૦ કિલોમીટર ઉત્તર-પશ્ચિમ અને નિકવૈરો, કયૂબાના ૧૪૦ કિલોમીટર પશ્યિમી-દક્ષિણીમાં કેન્દ્રિત હતું.

યુએસજીએસ અનુસાર ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૭.૭ આંકવામાં આવી હતી. જયારે કેમેન દ્વીપ સમૂહમાં મોડી રાતે ફરી એકવાર રિકટર સ્કેલપર ૬.૧દ્ગક તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં લઇને અમેરિકાના વિજ્ઞાનિકોએ તટીય વિસ્તારમાં સુનામીને લઇને એલર્ટ જાહેર કરી દીધું છે.ઙ્ગ

પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર તરફથી જમૈકા અને તટીય વિસ્તારમાં સૂનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ચેતવણીમાં જણાવાયું છે કે સુનામીની લહેરની અસર જમૈકા, બેલીજ, કયૂબા, હોંડુરાસ, મેકિસકો અને કેમેન દ્વીપ સમૂહમાં જોવા મળશે.

(11:45 am IST)