Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

૫૦ કરોડથી વધુ રકમ ધરાવતા NPA ખાતાની થશે તપાસ

બેંકોના ચેરમેન અને મેનેજિંગ ડાયરેકટર નિડર થઇને નિર્ણયો લઇ શકશેઃ સરકાર હસ્તક્ષેપ કરશે નહિ : આવા ખાતાની વસૂલી કરાશે

નવી દિલ્હી તા. ૨૯ : સરકાર એનપીએની જલ્દીથી જલ્દી વસૂલી ઇચ્છે છે. એ જ કારણ એ છે કે હવે તેને નિર્ણય કર્યો છે કે ૫૦ કરોડ રૂપિયાથી વધુ રકમના એનપીએના ખાતાની તપાસ કરાવશે અને તેની વસુલી માટે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત બેંકોના ચેરમેન તેમજ મેનેજીંગ ડાયરેકટરને ખુલીને કામ કરવાની સંમતિ આપવામાં આવશે. સરકાર તેના કામમાં હસ્તક્ષેપ કરશે નહી. બેંકોના વરિષ્ઠ અધિકારીઓને કોઇ લોનના એનપીએમાં બદલવા માટે જવાબદાર બનાવવામાં આવશે નહિ. તેનાથી બેંકોના વરિષ્ઠ અધિકારી નિર્ભીક થઇને કોઇ પણ નિર્ણય લઇ શકશે. જો કે બેંકોને એનપીએ ઓછી કરવા પૂરૂ જોર લગાડવું પડશે.

સૂત્રોના જણાવ્યા મુજબ સરકારી બેંકોના વરિષ્ઠ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ડર્યા વગર નિર્ણય લે અને ઇમાનદારીની સાથે કામ કરે. જો કે બેંકરો વચ્ચે મોટા સ્તરો એવી ધારણાઓ છે કે જો તેના દ્વારા તેના દ્વારા લીધેલા કોઇ પણ વ્યાવસાયિક નિર્ણય ખોટો હોય તો તેનું પરિણામ ભોગવવું પડશે.

(10:34 am IST)