Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

બજેટમાં રેલ્વેના ભાગ્ય ખુલશે : મળશે ર૦ ટકા વધુ રકમ : ખાનગી ટ્રેનોને મળશે મંજુરી

રેલ્વે સ્વર્મિણ ચતુર્ભૂજ રેલમાર્ગોને વેગ આપશે

નવી દિલ્હી, તા. ર૯ : સામાન્ય બજેટમાં રેલ્વેના બુનિયાદી માળખાને મજબૂત કરવા માટે ગયા વર્ષની સરખામણીમાં ર૦ ટકા વધુ નાણું આપી શકાય છે. આગામી નાણાંકીય વર્ષ માટે રેલ્વેની વાર્ષિક યોજના એક લાખ નેવું હજાર કરોડથી વધારેની હશે.

રેલ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે રેલ્વે ૧ર હજાર કરોડના ખર્ચે સ્વર્ણિમ ચતુર્ભૂજ રેલ માર્ગ-દિલ્હી-ચેન્નાઇ, મુંબઇ-કોલકતા, કોલકત્તા-ચેન્નાઇ, ચેન્નાઇ-મુંબઇ રેલવ માર્ગોને સેમિ હાઇ સ્પીડ (૧૬૦ કીમી/કલાક) બનાવવા જઇ રહી છે. બજેટીય મદદથી રેલમાર્ગો પર ફુટઓવર બ્રીજ પણ બનાવવામાં આવશે.

દેશના મુખ્ય ૧૦૦ રેલમાર્ગો પર ખાનગી ઓપરેટરોની મદદથી ૧પ૦ ટ્રેનો ચલાવવાની રેલ્વેની યોજના છે તેમણે જણાવ્યું કે ર૦ર૧ સુધીમાં રાજધાની એકસપ્રેસ અને દુરંતો એકસપ્રેસ દિલ્હીથી મુંબઇ કલકતા વચ્ચેની સફર રાત્રી દરમ્યાન પૂરી કરી શકશે. આનાથી ખાનગી ઓપરેટરોને આકર્ષીત કરી શકાશે. આ પ્રકારે રેલ્વે બુનિયાદી માળખાને મજબૂત કરીને સ્વર્ણિમ ચતુર્ભૂજ પર પણ ખાનગી ટ્રેનો ચલાવશે. તેમણે જણાવ્યું કે ર૦૧૯-ર૦ના સામાન્ય બજેટમાં રેલ્વેની વાર્ષિક યોજના ૧,૬૦,૧૭૬ કરોડ રૂપિયા હતી જે ર૦૧૮-૧૯માં ફાળવવામાં આવેલ રકમ કરતા ર૦ ટકા વધારે હતી. તેમણે જણાવ્યું કે ર૦ર૦-ર૧ના બજેટમાં કેન્દ્ર સરકાર માળખાગત પરિયોજનામાં ઝડપ લાવવા માટે ર૦ ટકા વધુ બજેટીય સહાયના આપી શકે છે.

આગામી નાણાકીય વર્ષ રેલ્વે સ્વર્ણિમ ચતુર્ભૂજ રેલમાર્ગો પરના રપ૬૮ ક્રોસીંગો પર ઓવર બ્રીજ અને અંડર પાસ બનાવવાનું કામ મિશન મોડમાં પુરૂ કરશે. સેમી હાઇ સ્પીડ ટ્રેનોને ૧૬૦ કિમી/કલાકની ઝડપે ચલાવવામાં ક્રોસીંગ સૌથી મોટી અડચણ છે . જણાવી દઇએ કે મુખ્ય રેલ માર્ગો પર માનવરહિત રેલ્વે ક્રોસીંગ પહેલા જ સમાપ્ત કરી દેવાયા છે.

(10:33 am IST)