Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

સીએએ-એનઆરસીના વિરોધમાં મમતાનું પેઈન્ટીંગ

દેશમાં સીએએ અને એનઆરસીને લઈને લોકો અત્યંત રચનાત્મક રીતે વિરોધ કરી રહ્યા છે. તેમાં હવે પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નામ પણ જોડાઈ ગયુ છે. મમતાએ ગઈકાલે કોલકતામાં એક આર્ટ કેમ્પમાં સીસીએ અને એનઆરસી વિરૂદ્ધ આયોજીત વિરોધ પ્રદર્શનમાં પેઈન્ટીંગ બનાવ્યુ હતુ. તેમણે બન્ને કાનૂન પરત લેવાની માંગણી કરી હતી. મેયો રોડ પર ગાંધી મૂર્તિ પાસે આયોજીત આ કાર્યક્રમમાં ૪૨ જાણીતા પેઈન્ટરોએ ચિત્રકારી થકી સીએએનો વિરોધ કર્યો હતો. મમતાએ એક દુઃખીયારી મહિલાની તસ્વીર કેનવાસ પર અંકીત કરી હતી જેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને તેના માથા પર સીએએ લખ્યુ હતું.

(10:30 am IST)