Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

આપણા નાના ઉદ્યોગોનું આપણે જતન કરવું પડશે નહિતર...

સ્ટાર્ટ અપ અને મેક ઇન ઇન્ડિયા : ખરા અર્થમાં કયારે સાર્થક થાય ?

ભારતીય ઉદ્યોગો નવું ડેવલપમેન્ટ કે એકસપાન્સન કરતાં નથી : નવો સ્ટાફ ભરતા નથી બલ્કે કામદારોની સંખ્યા ઓછી કરતા જાય છે : જેના કારણે લોકો બેરોજગારોની સંખ્યા વધતી જાય છે પણ આમ થવાનું કારણ....: આમ કરવાથી ઇમ્પોર્ટમાં થતી ચોરી બંધ થશે : સરકારની આવક વધશે : ભારતના સ્મોલ એન્ડ મિડિયમ ઇન્ડસ્ટ્રીઝ ચાઇના પ્રોડકટની સામે સ્પર્ધામાં ટકી શકશે અને વધુ લોકોને રોજગારી મળતી થશેઃ ચાઇનાથી થતી ઇમ્પોર્ટનો આપણી સ્મોલ અને મિડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ મુકાબલો કરી શકે તેમ નથી કારણ કે, કેટલાંક છિંડા અને ભ્રષ્ટાચારને લીધે પ્રાઇસ વોરમાં ચાઇનીઝ પ્રોડકટનું પલડું ભારે રહે છે : બેશક, એ માટેના રસ્તાઓ છે...

દુનિયામા વસ્તીની દ્રષ્ટિએ ચાઈના પછી ભારતનો નંબર આવે છે. ભારતમાં મુખ્ય તાકાત માનવ સમુદાય છે. વિશાળ માનવ સમુદાયમાં યુવાશકિત પણ અપાર છે. આ યુવાધનની અગાધ શકિતનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે દુનિયામાં આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે શકીએ તેમ છીએ અને દરેક હાથને કામ મળી શકે તેમ છે. આપણા દેશમાં બેરોજગારીની સમસ્યાને હળવી કરવા અને નાના, નવોદિત યુવાનોને ઉદ્યોગધંધો શરૂ કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજીએ ઓગસ્ટ ર૦૧૫માં સ્ટાર્ટ અપ ઈન્ડિયા, સ્ટેન્ડ અપ ઈન્ડિયાનો વિચાર વહેતો મૂકેલો અને ૨૦૧૮ની ૧૮મી જાન્યુઆરીએ આ યોજનાનો પ્રારંભ થયો હતો. સરકારી કે ખાનગી તમામ બેંકો તરફથી લોન લઈ આ યોજના અંતર્ગત નાના ઉદ્યમીઓ, નાના ધંધાર્થીઓ નાના પાયે નવો ઉદ્યોગધંધો શરૂ કરી શકે. આઝાદી કાળે ગાંધીજીએ સ્વદેશી વસ્તુ વાપરવા ભારતવાસીઓને જાગ્રત કરેલા તેમ આજની આપણી જરૂરી સઘળી વસ્તુઓ મેક ઈન ઈન્ડિયાની જ કેમ નહોય!

૨૦૧૯મા ભારત આર્થિક મંદી, સકલ ઘરેલું ઉત્પાદન (જીડીપી ગ્રોથ), નવા રોકાણ, રોજગાર જેવી સમસ્યાઓથી ઘેરાયેલો છે. સરકારે વધારેમાં વધારે લોકોને રોજગાર મળે તેવી પોલિસી બનાવવી જોઈએ. આપણે એક બાજુ દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા . સ્ટાર્ટ અપ ઈન્ડિયા - સ્ટેન્ડ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ડેવલપમેન્ટ જેવી યોજનાઓ ઘડીએ છીએ. પણ તેની સામે ભારતમાં ખૂબ જ મોટાપ્રમાણમાં ચાઈનાથી ફિનિશ્ડ ગૂડઝ (રેડી ટૂસેલ) માલ આવી રહ્યો છે. પરિણામે સ્મોલ અને મિડિયમ સ્કેલ (એસ.એમ.ઈ.) ઈન્ડસ્ટ્રીઝને ઘણું જ સહન કરવું પડે છે. એસ.એમ.ઈ. નો વિકાસ રૂધાઈ રહ્યો છે. આજે જીવન જરૂરિયાતની મોટા ભાગની ફિનિશ્ડ પ્રોડકટ અને સેમી ફિનિશ્ડ પ્રોડકટ ઈમ્પોર્ટ થાય છે. જયારે અમુક પ્રોડકટનું ફકત પેકેજિંગ જ ભારતમાં થાય છે. ઈલેકટ્રોનિકસ અને ઈલેકટ્રીકલ્સ પ્રોડકટસ, હોઝિયરી તથા રેડીમેઈડ ગાર્મેન્ટસ, ફૂટવેર, હોમ એપ્લાયન્સીઝ તથા કિચનવેર પ્રોડકટસ, કોમેસ્ટીકસ સહિતની એફ.એમ.સી.જી. પ્રોડકટસ, કર્નિચર્સ, લાઈટિંગ, હાઉસવેર પ્રોડકટસ, ઓફિસ ઈકૃવિપ્મેન્ટ તેમજ સ્ટેશનરી પ્રોડકટસ, કમ્પ્યુટર્સ તથા સોફટવેર હાર્ડવેર પ્રોડકટસ, ચોકલેટ, બિસ્કીટ કન્ફેન્શરી પ્રોડકટસ, રમકડાંઓ તથા નાના બાળકોની પ્રોડકટસ, ડેકોરેટિવ અને ડેકોરેશન પ્રોડકટસ, બધા જ પ્રકારના તહેવારો પરની પ્રોડકટસ અને હાર્ડવેર ગ્લાસવેર, સિરામીક પ્રોડકટસ ઉપરાંત આવી હજારો ફિનિશ્ડ પ્રોડકટ (રેડી ટૂસેલ) ચાઈનાથી ભારતમાં ઈમ્પોર્ટ થાય છે.

ભારતમાં આ બધું જ ઈમ્પોર્ટ ૭૦ ટકા થી ૮૦ ટકા જેટલી અન્ડર વેલ્યૂ(નીચી કિંમત દર્શાવીને) ઈન્વોઈસ કરી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આ રીતે કરોડો રૂપિયાની કસ્ટમ ડયુટી, જી.એસ.ટી., ઈન્કમટેકસની ચોરી કરીને ભારતમાં માલ વેચવામાં આવે છે. આના કારણે ભારતના સ્મોલ અને મિડિયમ ઈન્ડસ્ટ્રીઝવાળાને માકેટમાં ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે અને સરકાર લટકામાં કરોડો રૂપિયાનો ટેકસ ગૂમાવે પણ છે!

આ રીતે ઈમ્પોર્ટ કરવાવાળા લોકોને કારણે આજે ભારતમાં આ પ્રકારના ઉઁદ્યોગવાળાઓ પણ પોતાની ઈન્ડસ્ટ્રીઝનું પ્રોડકશન ઓછું કરીને પોતાની બ્રાન્ડથી ચાઈનાથી ઈમ્પોર્ટ કરીને ભારતીય બજારમાં વેચાણ કરવા મજબુર બનવું પડે છે. જેના પરિણામ સ્વરૂપે (૧) ભારતીય ઉદ્યોગો નવું ડેવલપમેન્ટ કે એકસપાન્સન કરતાં નથી. નવોંસ્ટાફ ભરતાં નથી બલ્કે કામદારોની સંખ્યા ઓછી કરતા જાય છે. જેના કારણે લોકો બેરોજગારોની સંખ્યા સતત વધતી જાય છે. પરિણામે વધારેમાં વધારે લોકોને રોજગાર આપતી સ્મોલ અને મિડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ આજે સંકટમાં ઘેરાઈ ગઈ છે. (ર) ભારતીય ઉદ્યોગ ધીરે ધીરે મરતાં જાય છે. પ્લાન્ટની વાયેબીલિટી આવતી નથી, કેપેસિટીના પ્રમાણમાં ઘણું ઓછું પ્રોડકશન થવાથી ઓવરહેડ ખર્ચ વધે છે. તેથી ધીમે ધીમે ચાઈનાથી પોતાના બ્રાન્ડથી ઈમ્પોર્ટ કરીને બચવાના પ્રયાસો કરે છે. અર્થ એ થયો કે, ભારતીય ઉદ્યોગોમાં વિજળી, રો-મટિરીયલ, કોમ્પોનેન્ટ, પાર્ટસ વગેરેની ખરીદી તથા વપરાશ ઓછો થતો જાય છે અને ધીરે ધીરે ઉદ્યોગને બંધ કરવાની પરિસ્થિતિ સર્જાય છે. (૩) જયારે ભારતમા ફિનિશ્ડ પ્રોડકટ (રેડી ટૂસેલ) બનાવતી કંપનીઓ પોતાનું પ્રોડકશન ઓછું કરે છે, તેના કારણે આ ઉદ્યોગવાળાને રોમટીરીયલ, કમ્પોનેટ, પાર્ટસ, પેકીંગ મટીરીયલ્સ વગેરે સપ્લાય કરતી કંપનીઓ ઉપર પણ તેની માઠી અસર થાય છે અને તેવી કંપનીઓનું ટર્નઓવર, પ્રોડકશન, કામદારો વગેરે ઓછા થતા જાય છે. આ રીતે આજે ભારતમા મંદીનો માહૌલ સર્જાયો છે અને એ સતત આગળ વધતો જાય છે. આજ મંદીનો માહોલ આગળ જતાં સ્ટીલ, કોપર, બ્રાસ, એલ્યુમીનીયમ, પ્લાસ્ટિક પાવડર, કેમિકલ્સ જેવી હાર્ડકોર ઈન્ડસ્ટ્રીઝઝે પણ અસર કરતો થઈ જાય છે અને તેમને પણ અસ્તિત્વના પ્રશ્નો ઊભા થતા જાય છે!

છેલ્લાં સાતેક વર્ષમાં ચાઈનાથી આયાત થતી ફિનિશ્ડ પ્રોડકટના કારણે ભારતમા આ પ્રકારના પારાવાર પ્રશ્નો વિકટ બનતાં જાય છે. તેનાથી મદીનું વિષચક્ર સર્જાયું છે. આ વિષચક્રમાં આજે સ્મોલ અને મિડિયમ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ ઘેરાતી જાય છે, જેનો પડઘો પછીથી હાર્ડકોર એટલે કે મોટી ઈન્ડસ્ટ્રીઝને પણ અસર કરશે જ. પરિણામે વધુમાં વધુ લોકો બેરોજગાર થતાં જશે. સ્મોલ અને મિડિયમ ઈન્ડસ્ટ્રીઝને ચાઈનાથી ઈમ્પોર્ટ થતી ફિનિશ્ડ પ્રોડકટ સામે હરિફાઈમાં ઊભા રહેવા માટે ગેરકાયદે થતું અન્ડર ઈન્વોઈસથી થતું ઈમ્પોર્ટ કોઈપણ રીતે બંધ થવું જોઇએ!

સરકાર દરેક પ્રોડકટ ઉપર એન્ટ્રી ડમ્પિંગ ડયૂટી નાખી શકતી નથી કે ઈમ્પોર્ટ બંધ કરાવી શકતી નથી. પરંતુ સરકાર અન્ડર ઈન્વોઈસ બંધ કરાવવા માટે સખત નિયમો અને માગંદર્શક રેખા તો બનાવી શકેને? સરકાર નીચેના મુદ્દાઓ ઉપર યોગ્ય નિર્ણય લે તો કદાચ, સંપૂર્ણ બંધ ન થાય તો પણ ઘણીબધી ગેરરિતીઓ ઓછી થઈ શકે તેમ છે, જેમાં :

(૧)સરકારશ્રીના (એકસાઈઝ એન્ડ કસ્ટમ ડિપાર્ટમેન્ટ) તરફથી ઈમ્પોર્ટ પર એક નવો કાયદો - નિયમ બનાવવો જોઈએ કે, કોઈપણ ઈમ્પોર્ટ કરવામાં આવતાંમાલ કસ્ટમ કલિયરન્સની તમામ પ્રોસિજર વક (કસ્ટમ ડયૂટી)વગેરે પુરૃંકર્યા પછી કોઈપણ કંપની આ માલની વેલ્યુ + ઓલ પ્રકારના ટેકસ + ફ્રેઈટ કોસ્ટ વગેરે બધુંમળીને જે ટોટલ રકમ થાય, તેના પર રપ ટકા વેલ્યુ એડ કરીને 'ઇમ્પોર્ટ' કંપની પાસેથી આ ગૂડઝ અન્ય કંપનીપરચેઝ કરી શકે (ઈઓકશનથી)અને ઈમ્પોર્ટ કરનાર ઈમ્પોર્ટરને કમ્પલસરી આ પ્રોડકટ યા મટિરિયલ વેચાણ કરવું પડે એવો સરકારી નિયમ બનાવવામા આવે તો આજે જે 'અન્ડર ઈન્વોઈસ'નો સૌથી મોટો સવાલ છે તે ચોકકસ હલ થશે અને કોઈપણ ઈમ્પોર્ટસને 'અન્ડર વેલ્યુ'માલ ઈમ્પોર્ટ કરવામાં ડર લાગશે. અન્ડર ઈન્વોઈસ બંધ અથવા ઓછું થવાથી સરકારની ઈન્કમમાં પણ વધારો થશે તેમજ ભારતની સ્મોલ અને મિડિયમ ઈન્ડસ્ટ્રીઝ ચાઈના ઈમ્પોર્ટ સામે હરિફાઈ કરી શકશે. આજે રપ ટકા વધારાની જે રકમ મળે તેમાંથી પચાસ ટકા સરકારના અને પચાસ ટકાની રકમ ઈમ્પોર્ટ કરનાર કંપનીને મળે, સાથે સાથે દરેક કસ્ટમ અધિકારી માટે પણ નવો નિયમ કરવો જોઈએ કે, કોઈપણ અધિકારીએ 'કિલયર કરેલાં ગૂડઝ'માંથી જો પચાસ ટકાથી વધારે મટિરિયલનું'ઓપન ઓકશન'માં વેચાણ થાય તો એ કસ્ટમ અધિકારીની જવાબદારી ફિકસ કરી  તેના ઉપર ડિપાર્ટમેન્ટ આકરાંપગલાં લેવામાં આવે. જો સરકારશ્રી તરફથી આવું કરવામાં આવે તો ઈમ્પોર્ટર્સ અને કસ્ટમ અધિકારીની મીલી ભગતથી ચાલતાં 'અન્ડર ઈનવોઈસ'નુ જે ચકકર ચાલે છે, તે બંધ થશે અને ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝને ઘણી રાહત મળશે. સરકારની આવક પણ બેશક, વધશે અને 'અન્ડર વેલ્યુએશન ઈમ્પોંટ'નો પ્રશ્ન હલ થશે!

(ર) દેશના દરેક સી પોર્ટ, લેન્ડ પોર્ટ, કન્ટેનર કાર્ગો, એર કાર્ગો, એર કૂરિયર ઉપર કામ કરતાં કસ્ટમ ઓફિસરો પર દબાણ, ભય, સસ્પેન્શન, એન્ટી કરપ્શન, ધરપકડ જેવા આકરા પગલાનો અમલ કરવામાં આવે તો અન્ડર ઈન્વોઈસીંગ બંધ થઈ જાય. દેશના દરેક કસ્ટમ ઓફિસરો જાણે છે કે પ્રોડકટની માર્કેટ વેલ્યૂ કેટલી છે પણ મીઠી નજર, લાંચ રૂશ્વત અને કરપ્ટેડ ઓફિસરોના કારણે જ આ અન્ડર ઈન્વોઈસ શકય બને છે.

(૩) દેશના તમામ પોટ ઉપર જયારે ફિનિશ્ડ પ્રોડકટના કન્ટેનર આવે ત્યારે પ્રોડકટની વેલ્યુએશન માટે સરકારે એક ગાઈડ લાઈન તેયાર કરવી જોઈએ. હવે ભારતના દરેક પોર્ટ કોમ્પ્યુટર્સ લીંકથી જોડાયેલાં છે. છેલ્લાં બે વર્ષમાં જે પ્રોડકટ ઈમ્પોર્ટ કરવામાં આવી છે તેની એવરેજ કિંમત પર અમુક ટકા ઉમેરીને બેઝિક કોસ્ટ નકકી કરવામાં આવે તો તેનાથી ઓછી દર્શાવેલી વેલ્યૂ ઉપર પેનલ્ટી લગાડવામાં આવે યા માલ જપ્ત કરવામાં આવે. તે જ રીતે દરેક પોર્ટ કમિશ્નરને ફરજીયાત દસ ટકાના કેસો અન્ડર ઈન્વોઈસ પકડવાનો ટાર્ગેટ આપીને અસરકારક કામ થઈ શકે છે. ફિનિશ્ડપ્રોડકટના કન્ટેનરો બહુ જ જલ્દીથી કિલયર થતાં પણ અટકાવવા જોઈએ. એન્ટી કરપ્સનવાળાને પણ અન્ડર ઈન્વોઈસ માટેના ટાર્ગેટ ફિકસ કરવા જોઈએ. આમ કરવાથી કદાચ સો ટકા અન્ડર ઈન્વોઈસ બંધ ન થાય પરંતુ ખૂબ જ મોટા પ્રમાણમાં ઓછું જરૂર થઈજશે. બીજું, ભારતમાં નૈતિકતા, ઈમાનદારીની જગ્યાએ ડર, ભયની અસર ઘણી જ વધારે છે. આમ કરવાથી ઈર્મ્પોટમાં થતી ચોરી બંધ થશે. સરકારની આવક વધશે. ભારતના સ્મોલ એન્ડ મિડિયમ ઈન્ડસ્ટ્રીઝ ચાઈના પ્રોડકટની સામે સ્પર્ધામાટકી શકશે અને વધુ લોકોને રોજગારી મળતી થશે. સાચા અર્થમાં સ્ટાર્ટઅપ ઈન્ડિયા - સ્ટેન્ડ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, સ્કીલ ડેવલપમેન્ટ યોજનાઓ પણ ત્યારે જ સાર્થક થઈ શકશે!

આજ ઈન્ડીયાના દરેક પોર્ટ ઉપર 'ચાઈના' તથા અન્ય દેશોમાંથી જે 'ઇમ્પોર્ટ' થાય છે તે નીચે મુજબ ૩ રીતે ગેરરીતી જનરલી થતી હોય છે જેમાં ઈમ્પોર્ટસ અન કસ્ટમ અધિકારી બન્ને સામેલ હોય છે.

(૧) અન્ડર ઈન્વોઈસ : ઈમ્પોર્ટ કરેલ પ્રોડકટ ઉપર જનરલી ૭૦% જેટલી એમાઉન્ટનું ઓછું બીલીંગ ચાઈનાથી કરવામાં આવે છે જેથી કસ્ટમ ડયુટી - આઇજીટીએસ વગેરે ઓછું ભરવું પડે અને પોર્ટની બહાર આવ્યા પછી આ પ્રોડકટ 'બેનંબર' વેચાણ કરવામાં આવે છે જેથી તેના ઉપર અન્ય ટેકસ જેવા કે 'ઇન્કમ ટેકસ'' કે અન્ય કોઈપણ જાતના ટેકસ લાગતા નથી.

(૨) કોન્ટિટીઓછી બતાવવી : ઈમ્પોર્ટ કરેલ પ્રોડકટ ઉપર ઈમ્પોર્ટર તરફ કન્ટેનરમાં જે કોન્ટિટી હોય તેનાથી ૫૦% કે એથી વધારે કોન્ટિટી ઓછી બતાવે (દા.ત. ૧૦,૦૦૦ ભાવ હોય તો  ૫,૦૦૦ ભાવ બતાવવામાં આવે છે અને સાથે અન્ડર ઈન્વોઈસ પણ કરવામાં આવે છે) જે 'કસ્ટમ' અને ઈમ્પોર્ટની મીલી ભગતથી ડયુટીની રકમ ઓછી' થાય અને પોર્ટ બહાર આવ્યા પછી આ કોન્ટિટી 'બેનંબર' માં સેલ્સ કરી  નાખવામાંઆવેછે.

(૩) મીસડીકલેર પ્રોડકટ : ઈંમ્પોર્ટર કન્ટેનરમાં જે પ્રોડકટ ડીકલેર હોય તેની જગ્યાએ ઓછા ટેકસવાળી પ્રોડકટ ડીકલેર કરે અને 'કન્ટેનર'' વધારે ઈમ્પોર્ટ ડયુટી વાળી વસ્તુ ઈમ્પોર્ટ કરે અને ઘણી વખત 'એન્ટી ડમ્પીંગ'' ડયુટીવાળી પ્રોડકટ કન્ટેનરમાં લાવતા હોય  છે. દા.ત. ઈન્ડીયા 'કેલકયુલેટર્સ' પ્રોડકટ ઉપર 'એન્ટી ડમ્પીંગ' ડયુટી છે તેથી આવી 'પ્રોડકટ' ડીકલેર કર્યા વગર ઈમ્પોર્ટ કરવામાં આવે છે અને ઈન્ડીયન માર્કેટમાં બેનંબરમાં વેચાણ કરવામાં આવે છે.

આલેખન

જયસુખભાઇ પટેલ

મેનેજીંગ ડિરેકટર ઓરેવા

મો. ૯૮૨૫૦ ૩૦૩૪૬

(9:46 am IST)