Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

શાહરૂખ ખાનની બહેનનું નિધન

જીવલેણ કેન્સરથી હતી પીડિત

મુંબઇ તા. ૨૯ : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની પિતરાઇ બહેન નૂરજહાંનું પાકિસ્તાનનાં પેશાવરમાં નિધન થઇ ગયુ છે. નૂરજહાંના નાના ભાઇ મંસૂર અહમદે એક ખાનગી ન્યૂઝ ચાનલ સાથે પોતાની બહેનનાં મૃત્યુની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, તે ગત કેટલાક સમયથી કેન્સરથી પિડીત હતી.

નૂરજહાં પેશાવરના કિસ્સા ખ્વાની બજાર પાસે મોહલ્લા શાહ અલી કતાલ ક્ષેત્રમાં રહેતી હતી. નૂરજહાંની ઉંમર વિશે કોઇ જાણકારી આપવામાં આવી નથી. નૂરજહાં ડિસ્ટ્રિકટ અને સિટી કાઉન્સિલર રહી ચૂકી છે.

નૂરજહાં ભારતમાં શાહરૂખ ખાનને મળવા ભારતમાં બે વખત આવી હતી. બંન્ને પરિવારો વચ્ચે ખુબ જ સારા સંબંધો હતા. નૂર અવામી નેશનલ પાર્ટીથી મહિલા સીટ પર પણ ચૂંટણી લડી ચૂકી છે. વર્ષ ૧૯૪૭માં ભારત-પાકિસ્તાન વિભાજન દરમિયાન શાહરૂખના પિતા તાજ મોહમ્મદ દિલ્હી આવી ગયા હતા. પરંતુ તેના કાકા ગુલામ મોહમ્મદે પાકિસ્તાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.

 

(9:44 am IST)