Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

દિલ્હીમાં ઓટો પાછળ 'આઇ લવ કેજરીવાલ' પોસ્ટર લગાડનારને ફટકાર્યો 10 હજારનો દંડ !

ક્યાં નિયમ મુજબ ચલણ ફાડ્યું ?? ઓટો ચાલકની અરજી પર હાઇકોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી

 

નવી દિલ્હી :દિલ્હીનાં ઓટો ડ્રાઈવરની અરજી પર હાઇકોર્ટે દિલ્હી સરકાર, દિલ્હી પોલીસ અને ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. ઓટો ડ્રાઇવર રાજેશે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી કહ્યુ છે કે, 15 જાન્યુઆરીનાં રોજ પોલીસે તેના ઓટો પાછળ 'આઇ લવ કેજરીવાલ' પોસ્ટર હોવાને કારણે તેનું 10,000 નું ચલણ ફાડ્યુ હતું. રાજેશની અરજીની સુનાવણી કરતા ન્યાયાધીશ નવીન ચાવલાએ મંગળવારે નોટિસ જારી કરી દિલ્હી પોલીસ અને સરકારની સાથે ચૂંટણી પંચ પાસેથી પણ તેનો પક્ષ સાંભળ્યો છે.

  દિલ્હી હાઈકોર્ટ આ કેસની સુનાવણી 3 માર્ચે ફરીથી કરશે. નોટિસમાં હાઈકોર્ટે કહ્યું છે કે ટ્રાફિક પોલીસને જણાવવું પડશે કે 'આઈ લવ કેજરીવાલ' પોસ્ટર મૂકવા બદલ ઓટો રીક્ષા ચાલકને કયા નિયમો હેઠળ ચલણ ફાડવામાં આવ્યુ હતુ. હાઈકોર્ટે આયોગને પણ આ સંબંધિત નિયમો જણાવવા કહ્યુ છે. આપને જણાવી દઈએ કે, 8 ફેબ્રુઆરીએ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં અહીં આચારસંહિતા અમલમાં છે. આવી સ્થિતિમાં હાઇકોર્ટે તમામ સંબંધિત સંસ્થાઓને નોટિસ ફટકારી છે અને તેઓને જવાબ આપવા જણાવ્યું છે.

દિલ્હી 8 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે. આમ આદમી પાર્ટીની સરકાર હાલમાં દિલ્હીમાં છે. 2015 માં, આમ આદમી પાર્ટીએ એકપક્ષી જીત મેળવીને સરકાર બનાવી હતી. 2015 માં, આમ આદમી પાર્ટીએ 70 માંથી 67 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

(12:49 am IST)