Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

નિર્ભયાના દોષિતોના ફાંસીને ટાળવા હવાતિયાં અક્ષયસિંહે સુપ્રીમકોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી

નવી દિલ્હી : નિર્ભયાના દોષિ અક્ષય સિંહે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. અક્ષય ઉપરાંત વિનયે પણ બુધવારના રોજ દયા અરજી દાખલ કરી છે.

  મંગળવારના રોજ અક્ષયે દાખલ કરેલી ક્યૂરેટિવ અરજી પહેલા બુધવારે વિનયે પણ દયા અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ તિહાડ પ્રશાસનને કહ્યું હતું કે, સેશન્સ કોર્ટે ફાંસીની તારીખ કઈ નક્કી કરી છે. શું આ માટે ડેથ વોરંટ જાહેર કર્યું છે. તિહાડ પ્રશાસન આ અંગે હવે બુધવારે જવાબ આપશે.

નિર્ભયાના ચારેય દોષિતોને 1 ફેબ્રુઆરીએ 6 વાગ્યે સવારે ફાંસી આપવામાં આવશે. પણ આ ચારેય દોષિતો ફાંસીને ટાળવાના હવાતિયા મારી રહ્યા છે.

(12:20 am IST)