Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

પાકિસ્તાનમાં હિન્દૂ કોમની મહિલા સુશ્રી સુમન કુમારી ના નામે સૌપ્રથમ હિન્દૂ મહિલા જજ બનવાનો વિક્રમ સર્જાયો : દેશમાં માત્ર 2 ટકા વસ્તી ધરાવતી હિન્દૂ કોમની આ મહિલા પોતાના વતન શાહિદકોટના ગરીબોને મફત કાનૂની સેવાઓ પુરી પાડશે

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં માત્ર 2 ટકા વસતિ ધરાવતી હિન્દૂ કોમની મહિલા સુશ્રી સુમન કુમારીએ સૌપ્રથમ હિન્દૂ મહિલા જજ બનવાના વિક્રમનું સર્જન કર્યું છે.તેઓ પોતાના વતન કામ્બર શાહદકોટમાં સિવિલ જજ તરીકે સેવાઓ આપશે

સુશ્રી સુમન કુમારી અતિ શિક્ષિત પરિવારમાંથી આવે છે.તેમના પિતાશ્રી પવનકુમાર બોદન નેત્ર ચિકિત્સક છે.તેમનો ભાઈ સોફ્ટવેર એન્જીનીઅર છે.તથા બહેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે.તેમણે હૈદરાબાદની કોલેજમાંથી એલ.એલ.બી.કર્યું છે.તથા કરાચીની ઝુલ્ફીકાર ભૂટો કોલેજમાંથી અનુસ્નાતક પદવી મેળવેલી છે.તેઓ પોતાના જિલ્લા શાહદકોટના ગરીબોને મફત કાનૂની માર્ગદર્શન આપવાની ખેવના ધરાવે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:23 pm IST)