Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

શાળાઓમાં સંસ્કૃતમાં પ્રાર્થના થઇ શકે કે નહિ?

'અસતો મા સદમ્ય' અંગે ફેંસલો લેશે સુપ્રિમ કોર્ટની બેંચ

નવી દિલ્હી તા. ૨૯ : શાળાઓમાં સંસ્કૃતમાં પ્રાર્થના થઇ શકે કે નહિ તેનો ફેંસલો સુપ્રિમ કોર્ટની બંધારણીય બેંચ નક્કી કરશે.

 

કેન્દ્રીય વિદ્યાલયોમાં સવારની એસેમ્બલીમાં સંસ્કૃત અને હિન્દીમાં પ્રાર્થના કરાવવાની વિરુદ્ઘમાં કરાયેલી અરજી પર હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સુનાવણી કરશે. જસ્ટિસ રોહિંગ્ટન નરીમનની બેંચે એ કહીને મામલો બંધારણીય બેંચને રિફર કર્યો છે કે આ પાયાનો મહત્વનો મામલો છે. તેની સાથે બેંચે આ મામલાને એક મોટી બેંચ સામે સૂચીત કરવા માટે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની પાસે મોકલવામાં આવ્યો છે. બેંચે કહ્યું- અમારું એવું વિચારવું છે કે આ મહત્વપૂર્ણ વિષય છે અને એક બંધારણીય બેંચે તેની તપાસ કરવી જોઈએ.

કોર્ટ જબલપુર નિવાસી વકીલ વિનાયક શાહ દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર સુનાવણી કરી રહ્યા હતા જેને દેશભરના વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃતમાં પ્રાર્થનાઓ ગાવી જરુરી હોવા સામે પડકાર કરવામાં આવ્યો છે. શાહે પોતાની અરજીમાં કહ્યું છે કે, સ્કૂલોમાં ધર્મ પર આધારિત પ્રાર્થના બંધ કરાવવામાં આવે કારણ કે આ અબંધારણીય છે. સરકારી સ્કૂલોમાં ધાર્મિક માન્યતાઓને પ્રાચારિત કરવાના બદલે વિજ્ઞાનનું સ્તર વધારવું જોઈએ.સૂનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી કે સંસ્કૃત શ્લોક અસતો મા રદ્ગમય, તમસો મા જયોતિર્ગમય.. કોઈ ધાર્મિક ઉપદેશ નથી પણ આ યનિવર્સલ સત્ય છે. તેને તમામ ધર્મ અને માન્યતાઓમાં માનવામાં આવે છે. ક્રિશ્ચન સ્કૂલોમાં ઈમાનદારીને સર્વોપરીને સર્વોપરી નીતિ ગણાવવામાં આવી રહી છે જે તમામ ધર્મ અને માન્યતાઓમાં માનવામાં આવે છે. ક્રિશ્ચન સ્કૂલોમાં ઈમાનદારીને સર્વોપરી નીતિ ગણાવવામાં આવે છે તો શું તેને પણ ધાર્મિક મામલો કહેવાશે? તેના પર જસ્ટિસ નરીમને કહ્યું કે પણ શ્લોક તો ઉપનિષદથી લેવામાં આવ્યા છે.

ત્યારે સોલિસિટર જનરલે કહ્યું કે સુપ્રીમ કોર્ટના સત્તાવાર લોગો (ચિહન)માં પણ ભગવદ્ ગીતામાંથી લેવામાં આવ્યો છે. કોર્ટમાં જજ જયાં બેસે છે, તેમની પીઠ પાછળ.. યતો ધર્મસ્ય તતો જય લખ્યું છે એટલે કે ધર્મ છે, ત્યાં વિજય છે, જે મહાભારતમાંથી લેવામાં આવ્યો છે. તેમા કશું ધાર્મિક અને સાંપ્રદાયિક નથી. પણ જસ્ટિસ નરીમને કહ્યું કે, તેઓ વાતથી સંતુષ્ટ છે કે મામલો બંધારણીય બેંકને રિફર કરવામાં આવે. શાહ સિવાય મુસ્લિમ સંસ્થા, જમીયત ઉલેમા એ હિંદે પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. જમીયત એ ઉલ હિંદે સમુહ પ્રાર્થના ગાયનથી સંબંધિત કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના સંશોધન શિક્ષા કોડને પડકારવામાં આવ્યો છે.(૨૧.૧૧)

 

(11:35 am IST)