Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

કોંગ્રેસને યુવા ચહેરાની પણ જરૂર છેઃ જયરામ રમેશ

વરિષ્ઠ નેતાઓએ માર્ગદર્શક જેમ કામ કરવું પડશે

કોલકત્તા તા. ૨૯ : વરિષ્ઠ કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક મુલાકાતમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે વરિષ્ઠ નેતાઓએ માર્ગદર્શક જેમ કામ કરવું પડશે. વરિષ્ઠ નેતા અનુભવી છે અને અનુભવને આધારે માર્ગદર્શન પૂરું પાડી શકે છે પરંતુ ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસમાં નવા યુવાન ચહેરાની પણ જરૂર છે.

તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના થયેલા રકાસને ધ્યાનમાં લેતા જણાવ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ પાર્ટી ફરીવાર પ્રકાશમાં આવશે.

તેમણે પાર્ટીમાં યુવાનેતા સચિન પાઇલટ, જયોતિરાદિત્ય સિંધિયા, ગૌરવ ગોગાઈ, સુસ્મિતા દેવાને આગળ લાવવા અનુરોધ કર્યો હતો. તેમણે ગુજરાતની ચૂંટણી અંગે સમીક્ષા કરતા જણાવ્યું કે ગુજરાતમાં ૪૧ ટકા મત સાથે પાર્ટીએ આગળ આવવું પડશે. તેમણે મણીપુર અને ગોવા અંગે પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કોંગ્રેસની હારનું કારણ ભાજપની અંદર ટેબલ ડીલ ગણાવ્યું હતું. તેમણે વડા પ્રધાન મોદી દ્વારા ગુજરાતમાં ચૂંટણી સમયે અપાયેલા સમયનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે મોદીની ૧૫૦ બેઠકની અપેક્ષા સામે કોંગ્રેસે ભાજપને ૯૯ બેઠક પર અટકાવી છે.(૨૧.૨૧)

(9:48 am IST)