Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

માર્ચ માસમાં વિદેશોમાંથી આવેલા તબલીઘી જમાતના સભ્યો ઉપર નોંધાયેલી એફઆઈઆર રદ થવા પાત્ર : આ સભ્યોએ ધાર્મિક પ્રચાર માટે કોઈને લલચાવ્યાનું પુરવાર થતું નથી : પટના હાઇકોર્ટ

પટના : માર્ચ માસમાં પ્રવાસી  વિઝા લઈને દિલ્હી આવેલા બાંગલાદેશ ,મલેશિયા તથા ,ઓસ્ટ્રેલિયાના તબલીઘી જમાતના સભ્યો તથા તેને ઉતારો આપનાર સ્થાનિક મસ્જિદના બે સંચાલકો વિરુદ્ધ બિહાર પોલીસે નોંધેલી એફઆઈઆર રદ થવા પાત્ર હોવાનું પટના હાઇકોર્ટના સિંગલ જજ શ્રી રાજીવ રંજન પ્રસાદની બેન્ચે જણાવ્યું હતું.

એફઆઈઆર માં જણાવાયા મુજબ  ફોરેન એક્ટ 1946 મુજબ પ્રવાસીઓ તથા તેમને ઉતારો આપનાર તેમના આગમનનું કારણ જણાવી શક્યા નહોતા.તથા પોતાના ધર્મનો પ્રચાર કરી લોકોને લલચાવવા માટે આવ્યા હોવાનો આરોપ લગાવાયો હતો.

નામદાર જજશ્રીએ નોંધ્યું હતું કે આ પ્રવાસીઓએ કોઈને ધર્મપ્રચાર માટે લલચાવ્યાનું પુરવાર થતું નથી. તેમજ તેઓએ પોતાના ધર્મ વિષે ક્યાંય ઉદબોધન કર્યાનું પણ પુરવાર થતું નથી. તેથી તેમના ઉપર નોંધાયેલી એફઆઈઆર રદ થવા પાત્ર છે.તેમજ આ માટે આ પ્રવાસીઓને પોલીસ સ્ટેશને બોલાવવાને બદલે પોલીસે તેઓના ઉતારાના સ્થળે જવું જોઈએ.

અલબત્ત પ્રવાસીઓને ઉતારો આપનાર સંચાલકોએ કઈ પણ છુપાવ્યા વગર તમામ માહિતી આપવી જોઈએ તેમ ઉમેર્યું હતું.નામદાર કોર્ટએ તમામ ઉપર નોંધાયેલી એફઆઈઆર રદ કરવાનો હુકમ કર્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:21 pm IST)