Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

‘આ દેખે જરા, કિસમેં કિતના હૈ દમ...' પીએમસી બેંક કૌભાંડ મુદ્દે પત્‍ની વર્ષા રાઉતને ઇડીએ સમન્‍સ મોકલતા શિવસેનાના નેતા અને રાજ્‍યસભાના સાંસદ સંજય રાઉતે ટ્‍વિટ કર્યું

નવી દિલ્હી: શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતને PMC બેંક કૌભાંડની તપાસ સંદર્ભે EDએ સમન્સ મોકલ્યું છું. આ કેસમાં પૂછપરછ કરવા માટે EDએ વર્ષા રાઉતને 29 ડિસેમ્બરે બોલાવ્યા છે. જ્યારે આ સમગ્ર મામલે સંજય રાઉતે ટ્વીટ કરીને કહ્યું છે કે, “આ દેખે જરા કિસમેં કિતના હૈ દમ…”

આ અંગે પ્રાપ્ત વિહતો પ્રમાણે, થોડા દિવસો પહેલા જ EDએ પ્રવિણ રાઉતની ધરપકડ કરી હતી. આ પ્રવિણ સંજય રાઉતના ખૂબ જ નજીકનો શખ્સ માનવામાં આવે છે. EDને પ્રવિણના એકાઉન્ટથી વર્ષા રાઉતના એકાઉન્ટમાં ટ્રાન્જક્શન મળ્યું હતું. આ મામલે વર્ષાને સમન્સ મોકલવામાં આવ્યું છે. ED જાણવા માંગે છે કે, આ ટ્રાન્જક્શન કેમ અને કેવી રીતે થયું છે?

આ સિવાય ED જાણવા માંગે છે કે, રાઉતે રાજ્યસભા ચૂંટણી માટે પોતાનું જે એફિડેવિટ રજૂ કર્યું હતું કે, તેમાં જણાવ્યું હતું કે, પ્રવિણના બેંક એકાઉન્ટથી વર્ષાના ખાતામાં કેટલાક પૈસા લોન માટે લેવામાં આવ્યાં છે. ED આજ લેવડ-દેવડ વિશે પણ વિગતવાર જાણવા માંગે છે.

જણાવી દઈએ કે, EDએ મની લૉન્ડ્રિંગ એક્ટ અંતર્ગત 3 ઓક્ટોબર, 2019ના હાઉસિંગ ડેવલોપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL) અને PMC બેંક લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જૉય થૉમસ વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી. જે બાદ તપાસને રેલો રાકેશકુમાર વાધવાં, સારંગ વાધવાં અને વરયમ સિંહ સુધી લંબાયો છે.

આ તપાસ મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા દાખલ કરવામાં આવેલી FIRના આધારે થઈ રહી છે. જેમાં સબંધિત આરોપીઓ પર PMC બેંક સાથે 4,355 કરોડ રૂપિયાની ઠગાઈ કરવાનો આરોપ છે.

(5:04 pm IST)