Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

દ્રઢ સંકલ્‍પથી ધીરૂભાઇ અંબાણી ભારતના જાણીતા ઉદ્યોગપતિ બન્‍યાઃ શરૂઆતમાં 300 રૂપિયાના પગારમાં મુંબઇમાં નોકરી કરીઃ પોતાની મહેનતના દમ પર જોતજોતામાં કરોડો રૂપિયાના માલિક બની ગયા

મુંબઇ: Reliance ઇન્ડસ્ટ્રીઝનો પાયો નાખનારા ધીરૂભાઇ અંબાણીની આજે જયંતી છે. 28 ડિસેમ્બર 1932માં તેમનો જન્મ થયો હતો, તેમનું પુરૂ નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી હતું. આજે તેમના દ્વારા ઉભો કરવામાં આવેલો બિઝનેસ તેમના બન્ને પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સંભાળી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે જેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી, તેમણે માત્ર 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, જે બાદ પોતાના દ્રઢ-સંકલ્પથી તે ભારતના જાણીતા ઉદ્યોગપતિ બન્યા. ધીરૂભાઇ અંબાણીએ કઇ રીતે પોતાના બિઝનેસની શરૂઆત કરી તેના વિશે અમે તમને જણાવી રહ્યા છીએ.

ધીરૂભાઇ અંબાણીની સફળતાની કહાની કઇક આવી છે કે તેમનો શરૂઆતનો પગાર 300 રૂપિયા હતો પરંતુ પોતાની મહેનતના દમ પર જોત જોતામાં તે કરોડોના માલિક બની ગયા. બિઝનેસની દુનિયાના બેતાજ બાદશાહના પદ પર ચાલીને આજે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સફળ બિઝનેસમેન બની ગયા છે.

500 રૂપિયા લઇને આવ્યા હતા મુંબઇ

ધીરૂભાઇ અંબાણી ગુજરાતના નાના ગામ ચોરવાડના હતા, તેમનો જન્મ 28 ડિસેમ્બર 1932માં સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં થયો હતો,તેમનું પુરૂ નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી હતુ, તેમના પિતા સ્કૂલમાં શિક્ષક હતા. ઘરની આર્થિક સ્થિતિ બરાબર નહતી, જે બાદ તેમણે હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નાના-મોટા કામ શરૂ કરી દીધા હતા પરંતુ તેનાથી પરિવારનું કામ નહતુ ચાલી શકતું.

જ્યારે તે 17 વર્ષના થયા ત્યારે તે પૈસા કમાવવા માટે 1949માં પોતાના ભાઇ રમણિકલાલ પાસે યમન જતા રહ્યા હતા, જ્યા તેમણે એક પેટ્રોલ પંપ પર 300 રૂપિયા પ્રતિ મહિનાના પગારે નોકરી મળી ગઇ હતી. કંપનીનું નામ હતું એ બેસ્સી એન્ડ કંપની. કંપનીએ ધીરૂભાઇનું કામ જોતા તેમણે ફિલિંગ સ્ટેશનમાં મેનેજર બનાવી દીધા હતા.

કેટલાક વર્ષ અહી નોકરી કર્યા બાદ ધીરૂભાઇ વર્ષ 1954માં પરત ભારત આવી ગયા હતા. યમનમાં રહેતા જ ધીરૂભાઇએ મોટો માણસ બનવાનું સ્વપ્ન જોયુ હતું, માટે ઘરે પરત ફર્યા બાદ 500 રૂપિયા લઇને મુંબઇ માટે રવાના થઇ ગયા હતા.

બજારની સારી એવી ઓળખ હતી

ધીરૂભાઇ અંબાણી બજાર વિશે ઘણી સારી રીતે જાણવા લાગ્યા હતા અને સમજી ગયા હતા કે ભારતમાં પોલિસ્ટરની માંગ સૌથી વધુ છે અને વિદેશમાં ભારતીય મસાલાની. જે બાદ બિઝનેસનો આઇડિયા અહીથી જ આવ્યો હતો.

ધીરૂભાઇએ મગજ લગાવ્યુ અને એક કંપની રિલાયન્સ કોમર્સ કોર્પોરેશનની શરૂઆત કરી, જેણે ભારતના મસાલા વિદેશમાં અને વિદેશનું પોલિસ્ટર ભારતમાં વેચવાની શરૂઆત કરી દીધી.

દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા

2000 દરમિયાન જ અંબાણી દેશના સૌથી રઇસ વ્યક્તિ બની ગયા હતા. 6 જુલાઇ 2002માં માથાની નસ ફાટી જતા તેમનું મુંબઇની એક હોસ્પિટલમાં નિધન થયુ હતુ.

1 ટેબલ, 3 ખુરશી, 2 સહયોગી

પોતાની ઓફિસ માટે ધીરૂભાઇએ 350 વર્ગ ફૂટનો રૂમ, એક ટેબલ, ત્રણ ખુરશી, બે સહયોગી અને એક ટેલિફોન સાથે કરી હતી. તે વિશ્વના સૌથી સફળ લોકોમાંથી એક ધીરૂભાઇ અંબાણીનું રોજનું કામ હતું. તે ક્યારેય 10 કલાકથી વધુ કામ કરતા નહતા. ધીરૂભાઇ અંબાણી કહેતા હતા, જે પણ એમ કહે છે કે તે 12થી 16 કલાક કામ કરે છે, તે જૂઠો છે અથવા કામ કરવામાં ઘણો ધીમો.

પાર્ટી કરવાનું પસંદ નહતું

ધીરૂભાઇ અંબાણીને પાર્ટી કરવાનું પસંદ નહતું. તે દરરોજ સાંજ પોતાના પરિવાર સાથે વિતાવતા હતા. ધીરૂભાઇને વધુ ટ્રાવેલ કરવાનું પણ પસંદ નહતું. વિદેશ યાત્રાઓનું કામ મોટાભાગે તે પોતાની કંપનીના અધિકારીઓ પર નાખી દેતા હતા. તે ત્યારે જ ટ્રાવેલ કરતા જ્યારે આવુ કરવા માટે જરૂરી હતું.

(5:04 pm IST)