Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કાનપુરમાં ભારતીય પોસ્‍ટ વિભાગ દ્વારા માય સ્‍ટેમ્‍પ યોજના અંતર્ગત છોટા રાજન અને મુન્‍ના બજંરગીની ટપાલ ટિકીટ છપાઇ

કાનપુર: ટપાલ ટિકિટો પર શું ગેંગસ્ટર કે માફિયાઓના ફોટા છપાઈ શકે છે? સ્વાભાવિક છે કે, તમારો જવા ના હશે, પરંતુ વ્યવસ્થામાં ખામી હોય તો આવું પણ થઈ શકે છે. ઉત્તર પ્રદેશમાં આવો જ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં અહીંની પોસ્ટ ઓફિસ દ્વારા ગેંગસ્ટરની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે.

હિન્દુસ્તાનના એક મીડિયા રિપોર્ટ મુજબ, કાનપુર પોસ્ટ વિભાગે ઈન્ટરનેશનલ ગેંગસ્ટર છોટા રાજન અને બાગપત જેલમાં ગેંગવૉરમાં માર્યા ગયેલા મુન્ના બજરંગીના નામની ટપાલ ટિકિટ બહાર પાડી છે. આ ટિકિટોનો ઉપયોગ પત્રો મોકલવામાં થઈ શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય પોસ્ટ વિભાગની માય સ્ટેમ્પ યોજના અંતર્ગત છોટા રાજન અને મુન્ના બજરંગીની ટપાલ ટિકિટ છાપી દેવામાં આવી છે. 5 રૂપિયાની 12 ટપાલ ટિકિટો છોટા રાજન અને 12 મુન્ના બજરંગીની છે. આ માટે પોસ્ટ વિભાગને નક્કી કરવામાં આવેલ 600 રૂપિયાની ફી પણ ચૂકવી દેવામાં આવી છે. ટપાલ ટિકિટ છાપ્યા પહેલા ફોટોની ખાતરી પણ કરવામાં આવી નહતી અને કોઈ પ્રમાણ પત્ર પણ ના માંગીને પોસ્ટ વિભાગે બેદરકારી દાખવી છે.

જણાવી દઈએ કે, “માય સ્ટેમ્પ યોજના 2017માં શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત 300 રૂપિયા ચૂકવીને તેમને તમારો અથવા તમારા પરિવારજનોનો ફોટો 12 ટપાલ ટિકિટ પર છપાવી શકો છે. આ ટપાલ ટિકિટ અન્ય ટપાલ ટિકિટની જેમ જ માન્ય ગણાય છે. આ ટપાલ ટિકિટોને ચોંટાડીને તમે દેશના કોઈ પણ ખુણામાં તમારી ટપાલ મોકલી શકો છો.

(5:02 pm IST)