Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ધીરૂભાઇ અંબાણીની જન્મજયંતી

રાજકોટ, તા., ર૮: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડના સ્થાપક ધીરૂભાઇ અંબાણીની આજે જન્મજયંતી છે.

ધીરૂભાઇ અંબાણીનો જન્મ ર૮ ડિસેમ્બર ૧૯૩રના રોજ ગુજરાત રાજયના જુનાગઢના ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણીક પરીવારમાં થયો હતો. તેઓ સ્કુલ ટીચરના બીજા સંતાન હતા. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા તેમણે ૩૦૦ રૂપીયા પગારથી એ.બીસ.એન્ડ કાુ.માં કામ કર્યુ. બે વર્ષ બાદ એ.બીસ. એન્ડ કાુ. ઉત્પાદનોની ડિસ્ટ્રીબ્યુટર બની અને ધીરૂભાઇને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતે ફિલીંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી હતી.

ધીરૂભાઇ અંબાણીના લગ્ન કોકીલાબેન અંબાણી સાથે થયા હતા. તેમજે ચાર સંતાનો છે. બે પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી જયારે બે પુત્રીઓ છે.

ધીરૂભાઇને શરૂઆતથી ભારે આદરપુર્વક જોવામાં આવે છે. પેટ્રો કેમીકલના વ્યવસાય ક્ષેત્રે તેમની સફળતા અને સંઘર્ષ કરીને સામાન્ય માણસમાંથી ધનવાન બનવાની સિધ્ધીએ ભારતના લોકોના મનમાં તેમને અનુસરણીય વ્યકિતનું સ્થાન અપાવ્યું. વ્યાપારી નેતા હોવાના કારણે તેઓ એક પ્રેરક પણ હતા. તેમણે બહુ ઓછા જાહેર વકતવ્યો આપ્યા છે. પરંતુ તેમાં રહેલા મુલ્યોના કારણે તે વકતવ્યો આજે પણ યાદ કરાય છે.

૩૦ લાખ રોકાણકારોની શકિત સાથે આરઆઇએલ વિશ્વની સૌથી મોટી કંપનીનો ખિતાબ મેળવશે. મને ના શબ્દ સંભળાતો નથી, રિલાયન્સ માટે વિકાસના કોઇ સીમાડા નથી હું મારા સપના બદલતો રહું છુ. તમે સપના જોશો ત્યારે જ તેને સાકાર કરી શકશો. મોટુ વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો વિચારો કોઇની જાગીર નથી. આપણા સપના વધારે મોટા જહોવા જોઇએ આપણી મહત્વકાંક્ષા ઉંચી હોવી જોઇએ. આપણી પ્રતિબધ્ધતા વધારે ઉંડી જોઇએ અને આપણા પ્રયત્ન વધારે મહાન જોઇએ. રીલાયન્સ અને ભારત માટેનું આ મારૂ સપનું છે. નફો મેળવવા માટે તમારે કોઇના આમંત્રણની જરૂર નથી. જો તમે દ્રઢ નિશ્ચયશકિત અને યથાર્થ પ્રયત્ન સાથે કામ કરશો તો સફળતા સામેથી મળશે.

(3:42 pm IST)