Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કોંગ્રેસનો સ્થાપના દિવસ

રાહુલ ઇટાલી ગયા : સોનિયા ગાંધી પણ ગેરહાજર : એન્ટનીએ લહેરાવ્યો ધ્વજ

કોંગ્રેસે મનાવ્યો ૧૩૬ મો સ્થાપના દિવસ : રાહુલની ગેરહાજરીથી ઉઠ્યા સવાલો

નવી દિલ્હી તા. ર૮ :.. દેશમાં કૃષિ કાયદાના મુદ્ પર ચાલી રહેલા આંદોલન અને આજે કોંગ્રેસના સ્થાપના દિવસ વચ્ચે કોંગ્રસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશની મુલાકાતે છે. વિવાદ થયા બાદ કોંગ્રેસ દ્વારા આ યાત્રાની પુષ્ટિ પણ કરવામાં આવી છે. પરંતુ બીજેપીને એકવાર ફરી કોંગ્રેસને આડે હાથ લેવાનો મોકો મળી ગયો છે.

બીજેપી સાંસદ જનરલ વી. કે. સિંહે રાહુલની યાત્રા પર નીશાન સાધીને કહયું કે રાહુલને અભિનંદન, અહિંયા કોંગ્રેસ સ્થાપના દિવસ મનાવી રહી છે. અને રાહુલજી વિદેશમાં આરામ કરી રહ્યા છે. બહુ જ થાકી ગયા લાગે છે. કોંગ્રેસની સ્થિતિ એવી જ છે કે જે સમજદાર છે. તેને બહારનો રસ્તો દેખાડવામાં આવી રહ્યો છે. જનરલ વી.કે. સિંહે કહ્યું ક યુપીએનું નેતૃત્વ કોઇપણ કરે. શરદ પવાર કરે ક કપિલ સિબ્બલ કહે કોંગ્રેસનો હાલ આ છે તે બધા જાણે છે તેઓએ કહયું કે રાહુલ ગાંધીની સ્થિતિ એવા બાળકો જેવી છે. જે પહેલા એક રમકડું માંગે છે અને જયારે તે મળી જાય છે તો એ કહે છે આ નહી બીજુ જોઇએ છે.

એ પહેલા શિવરાજ સિંહ ચૌહાણ નીશાન સાધ્યું હતું. તેઓએ તેમના એક ટ્વિટનાં લખ્યું કે કોંગ્રેસ અહિંયા સ્થાપના દિવસ મનાવી રહી છે અને રાહુલજી   ૯ ર ૧૧ થઇ ગયા.

(3:40 pm IST)