Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ઇંગ્લેન્ડના ૭૩ વિસ્તારોમાં આજથી ચોથા તબકકાનું લોકડાઉન

સરે,વેવરલી, હેમ્પશાયર, પોર્ટસમાઉથ અને સાઉથહેમ્પ્ટનને ટાયર-૪ વર્ગના લોકડાઉનમાં મુકવામાં આવ્યાઃ છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં સંક્રમણમાં ૫૭ ટકાનો વધારો

લંડનઃ કોરોના સંક્રમણ જે ઝડપે ફેલાઇ રહયું છે. તેના લીધે બ્રીટનના પ્રધાન મંડળ પર ઇંગ્લેન્ડના વધુ વિસ્તારોમાં ચોથા તબકકાનું લોકડાઉન લાદવાનું દબાણ વધી ગયું છે. બોકસીંગ ડેના દિવસે ટોળાઓ એકઠા થવાનો અને વાયરસનું નવુ સ્વરૂપ ઝડપભેર ફેલાવાનો ભય પ્રધાનમંડળ પર દબાણ ઉભુ કરવામાં કારણભૂત છે.

ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય સચિવ હેન્કોકે કહ્યું કે છેલ્લા એક સપ્તાહમાં દેશભરમાં સંક્રમણના કેસોમાં ૫૭ ટકાનો વધારો થયો છે અને તેના કારણે વધુ કડક લોકડાઉન રાષ્ટ્રહિતમાં લાદવાની ફરજ પડી છે. આગામી દિવસોમાં આપણે તેને રોકવા માટે ક્રિસમસ ન ઉજવીને સામાજીક સંપર્ક ઘટાડવો જોઇએ.

આજે મધરાતથી દેશના અમુક વિસ્તારોમાં વધુ કડક પ્રતિબંધો લાગુ થઇ જશે. તેમણે કહ્યું કે બોકસીંગના ૦૦.૦૧ કલાકથી સસકેસ, ઓકસફર્ડશાયર, સફોક, નોરફોક, અને કેમ્બ્રીજ શાયર જે અત્યાર સુધી લોકડાઉન ટાયર-૪ માં ન હોતા તે અને સરેમાં, વેવરલી અને હેમ્પશાયર, પોર્ટસમાઉથ અને સાઉધમરનને ટાયર-૪ વર્ગના લોકડાઉનમાં મુકવામાં આવશે. દેશના ૭૩ વિસ્તારોને ટાયર-૪ લોકડાઉન હેઠળ મુકવામાં આવ્યા છે.

(3:39 pm IST)