Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

હવે કોરોનાના વળતા પાણી

સપ્ટેમ્બરમાં આવેલા ઉછાળા બાદ દેશમાં કોરોનાના કેસમાં ૨૫%નો ઘટાડો : ભારતમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છેઃ યોગ્ય કાળજી રાખવામાં આવે તો જલદી કોરોનાથી છૂટકારો મળી શકે છે

નવી દિલ્હી, તા.૨૮: ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો ૧૭ સપ્ટેમ્બરે ૯૮,૭૯૫ સાથે પીક પર પહોંચ્યાના ૩ મહિના પછી તેના ચોથાભાગ કરતા પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. આ સાથે પાછલા અઠવાડિયે તે અગાઉના અઠવાડિયે નોંધાયેલા કેસ કરતા ૧૧્રુનો દ્યટાડો થયો છે. દિવાળીના તહેવાર દરમિયાન જે રીતે કોરોના વાયરસના કેસમાં ઉછાળો નોંધાયો હતો, તેનાથી વિરુદ્ઘમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

પાછલા અઠવાડિયે (૨૧-૨૭ ડિસેમ્બર) કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુના કેસમાં પણ ૧૫%નો ઘટાડો નોંધાયો છે, આ અઠવાડિયા દરમિયાન ૨,૦૮૭ લોકોએ કોરોના સામે જીવ ગુમાવ્યો છે એટલે કે રોજના ૩૦૦ (૨૯૮) કરતા ઓછા લોકોએ જીવ ગુમાવ્યો છે. જૂન મહિનામાં એટલે કે ૭ મહિના પહેલા નોંધાતા મૃત્યુઆંક કરતા પણ વધુ ઘટાડો નોંધાયો છે.

પાછલા અઠવાડિયા દરમિયાન ભારતમાં દરરોજના સરેરાશ ૨૧,૭૯૪ કોરોના કેસ નોંધાયા છે. જે ૧૭ સપ્ટેમ્બરે પીક પર પહોંચેલા કેસના ચોથા ભાગ કરતા પણ ઓછા છે, ત્યારે સરેરાશ રોજના ૯૩,૭૩૫ કેસ નોંધાતા હતા.

આ અઠવાડિયા દરમિયાન ૨૯ જૂનથી ૫ જુલાઈ વચ્ચે નોંધાયેલા ૧,૪૮,૮૪૫ કેસ પછી બીજા નંબરના ઓથી ઓછા કેસ નોંધાયા છે. પાછલા અઠવાડિયામાં ૧,૫૨,૪૫૫ નવા કેસ નોંધાયા છે. એટલે કે રોજના સરેરાશ ૨૧,૭૭૯ કેસ પાછલા અઠવાડિયા દરમિયાન નોંધાયા છે.

સતત ૭ અઠવાડિયાથી કોરોના વાયરસના નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે, સિવાય ૨-૮ નવેમ્બર દરમિયાન કે જયારે દિવાળી દરમિયાન કેસમાં ઉછાળો આવ્યો હતો. આ જ રીતે સપ્ટેમ્બર ૧૪થી ૨૦ દરમિયાન કોરોનાના કારણે થતા મૃત્યુમાં ઉછાળો આવ્યો હતો, જે ચોથા ભાગ જેટલો (૨૫.૫%) ઘટાડો નોંધાયો છે. ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ૮,૧૭૫ લોકોએ દેશમાં કોરોના સામે જીવ ગુમાવ્યો હતો.

(3:36 pm IST)