Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

રાષ્ટ્ નો અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ, શરૂઆતથી જ કટિબદ્ધ : રાહુલ ગાંધીનું ટવીટ

આપણે સત્ય અને સમાનતા માટેના આપણા સંકલ્પને પુનરાવર્તિત કરીએ

નવી દિલ્હી : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, આજે તેનો 136 મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડ ના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, કોંગ્રેસે હંમેશાં દેશના હિતમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં સત્ય અને સમાનતાના સંકલ્પ પર કામ ચાલુ રાખશે. જોકે, સ્થાપના દિન નિમિત્તે રાહુલ ગાંધી દેશની બહાર છે.

 રાહુલ ગાંધીએ સોમવારે ટ્વીટ કરીને લખ્યું છે કે, "રાષ્ટ્ર નો અવાજ ઉઠાવવા માટે કોંગ્રેસ, શરૂઆતથી જ કટિબદ્ધ છે. આજે કોંગ્રેસના સ્થાપના દિન પર, આપણે સત્ય અને સમાનતા માટેના આપણા સંકલ્પને પુનરાવર્તિત કરીએ છીએ. જય હિન્દ !"

પોતાના ટ્વીટની સાથે રાહુલે ટ્વિટર પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કોંગ્રેસની સ્થાપના બાદથી પાર્ટીના કાર્યક્રમો બતાવવામાં આવ્યા છે. વીડિયો દ્વારા રાહુલે પાર્ટી અને દેશ અને દેશવાસીઓ પ્રત્યેની ભાવના દર્શાવી હતી.

(12:53 pm IST)