Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

આખરે 900 અબજ ડોલરના રાહત પેકેજને મંજૂરીની મહોર : ડોનાલ્ડ ટ્રમ્પએ હસ્તાક્ષર કર્યા : કોવિદ -19 પીડિતોને સહાય અપાશે : વેક્સીન લગાવવા માટે રકમ ઉપયોગમાં લેવાશે : બેકારોને દર સપ્તાહે 300 ડોલરનું બેરોજગારી ભથ્થું મળશે : જરૂરિયાતમંદ લોકોને દર સપ્તાહે 600 ડોલર ચૂકવાશે

નવી દિલ્હીઃ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના રાહત બિલ પર હસ્તાક્ષર કરી દીધા છે. અમેરીકી રાષ્ટ્રપતિએ કહયું કે હું બેરોજગારીના લાભને બહાલ કરવા માટે આ બીલ પર હસ્તાક્ષર કરી રહયો છું.પીપીપી માટે પૈસા જોડયા, અમારા એરલાઇન કર્મચારીઓને કામ પર પરત લાવવામાં આવે રસીના વિતરણ માટે પર્યાપ્તથી વધુ પૈસા જોડવામાં આવે.

ઉલ્લેખનીય છે કે એ પહેલા અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વર્ષના અંતવાળા કોરોના રાહત તેમજ ખર્ચ વિધેયક પર હસ્તાક્ષર કરવાથી, ઇન્કાર કરવાથી આપણી રોજબરોજની જરૂરીયાતો માટે સંઘર્ષ કરી રહેલા લાખો અમેરીકી લોકોને મળતા બેરોજગારી ભથ્થાનો લાભ શનીવારે અડધી રાત્રે બંધ થઇ ગયો હતો.

માનવામાં આવી રહયું હતું કે તે તેના પર હસ્તાક્ષર કરશે જ પરંતુ તેઓએ તેના પર  આપતિ વ્યકત કરવાનું શરૂ કર્યુ. ટ્રમ્પે કોરોના રાહતમાં વધુ રકમની માંગ કરીને તેમજ આ અંગે અન્ય સવાલ ઉઠાવીને દ્વિપક્ષીય પેકેજ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

(1:20 pm IST)