Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

કોરોના સામે યુરોપે ચડાવી બાયો

'વિજ્ઞાનમાં વિશ્વાસ રાખો'ના સૂત્ર સાથે યુરોપમાં મહારસીકરણનો પ્રારંભ : બાયોએનટેકની છે રસી

લંડન તા. ૨૮ : કોરોનાની મહામારીમાંથી ઉગરવા માટે સમગ્ર યુરોપિયન યુનિયનેઅત્યારે બાંયો ચડાવી છે અને સમગ્ર ખંડમાં આજથી રસીકરણની શરૂઆત થઇ છે. પ્રથમ તબક્કામાં સ્વાસ્થયકર્મીઓ અને વૃદ્ઘોને રસી આપવામાં આવશે.જો કે કેટલાંક દેશોમાં ગઇકાલે જ રસી આપવાની શરૂઆત થઇ ચૂકી હતી પરંતુ આજે યુરોપિયન યુનિયનના ૨૭થી પણ વધુ દેશોએ 'વિજ્ઞાાનમાં વિશ્વાસ રાખોલૃના સૂત્ર સાથે રસીકરણની શરૂઆત કરી હતી અને સંયુકત રીતે એવો સંદેશો પહોંચાડયો હતો કે રસીકરણ સુરક્ષિત છે અને યુરોપ જલદીથી આ મહામારીમાંથી બહાર આવશે.

અમેરિકન ફાર્મા કંપની ફાયઝર અને જર્મન ફાર્મા કંપની બાયોએનટેક દ્વારા તૈયાર કરવામાં આવેલી રસી શુક્રવારે બેલ્જીયમની ફેકટરીમાંથી સુપર કોલ્ડ સ્ટોરેજમાં પેક થઇ યુરોપિયન યુનિયનની વિવિધ હોસ્પિટલોમાં પહોંચી હતી. પહેલી ખેપમાં તમામ દેશોને જરૂરિયાત પૂરતી અને ઓછી રસીનો સ્ટોક અપાયો છે. તમામ દેશોને દસ હજારથી ઓછી રસી આપવામાં આવી છે.

આજે રસી લેનારાં તમામ વ્યકિતઓને ત્રણ અઠવાડિયા બાદ બીજો ડોઝ આપવામાં આવશે.યુરોપિયન યુનિયનના એકિઝકયુટિવ કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેેનનું કહેવું છે કે વર્ષ ૨૦૨૧માં યુરોપના તમામ નાગરિકોની જરૂરિયાત કરતા પણ વધુ રસીનો સ્ટોક યુરોપિયન યુનિયન પાસે છે.

રોમની સ્પાલાન્ઝાની ઇન્ફેકિટયસ ડિસીઝ હોસ્પિટલમાં સૌપ્રથમ રસી લેનારી ૨૯ વર્ષીય નર્સ કલાઉડીયા અલિનેરનીનીનું કહેવું છે કે આજે અહીંયા હુ એક નાગરિક તરીકે આવી છું અને સ્વાસ્થયકર્મીઓનું પ્રતિનિધિત્વ પણ કરૃં છે. હું રસી લઇ સ્વાસ્થ્યકર્મીઓ વતી એવો સંદેશો વહેતો કરવા માગું છું કે અમે વિજ્ઞાાનમાં વિશ્વાસ રાખીએ છીએ.ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ સેબાશ્ચિયન ક્રૂઝે રસીકરણ અભિયાન વિશે નિવેદન આપ્યું છે કે આ અભિયાન ગેમ ચેન્જર સાબિત થશે. આ મહામારીનો અંત નથી પરંતુ આપણાી વિજયકૂચની શરૂઆત છે.

યુરોપિયન યુનિયનના ૨૭થી વધુ દેશોમાં ૧,૬૦,૦૦,૦૦૦થી વધુ લોકો કોરોનાગ્રસ્ત થયા છે અને ૩૩,૬૦૦ લોકોના મૃત્યુ થયા છે. સ્પેઇન, ઇટાલી, ચેક રિપબ્લિક સહિતના દેશોમાં આ કોરોનાના કારણે તમામ રીતે ફટકો પડયો છે. આજે રસીકરણની શરૂઆતમાં ઘણાં દેશોના વડાઓ અને મહત્વના નેતાઓએ પણ રસીનો ડોઝ લઇ સંદેશો આપ્યો હતો કે રસીકરણ જ અત્યારે એકમાત્ર ઉપાય છે અને આ પદ્ઘતિ સુરક્ષિત છે.

(12:45 pm IST)