Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

અમેરિકામાં રાહત પેકેજ પસાર થયા બાદ સોના- ચાંદીના ભાવમાં ઉછાળો

કોમેક્સ પર ગોલ્ડ 1900 ડોલરને પાર: ચાંદીમાં આશરે 4 ટકાનો વધારો

નવી દિલ્હી  : ડોનાલ્ડ ટ્રમ્પે યુ.એસ.માં રાહત પેકેજો પર હસ્તાક્ષર કર્યા છે. રાહત પેકેજ પસાર થતાં યુએસમાં સોનાના ભાવમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર ગોલ્ડ 1900 ડોલરને પાર કરી ગયો છે. ચાંદીમાં આશરે 4 ટકાનો ઉછાળો જોવાઇ રહ્યો છે. આજે MCX માં પણ સોનામાં તેજી નજરે પડી રહી છે. સોનુ 397 રૂપિયા ઉપર ટ્રેડ થઇ થઇ રહ્યું છે.

(11:06 am IST)