Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

એક દિવસમાં ૨૦,૦૨૧ નવા કેસ : ૨૭૯ના મોત

ભારતમાં ૯૭.૮૨ લાખ દર્દીઓએ કોરોનાને આપી મ્હાત : હાલમાં ૨,૭૭,૩૦૧ એકિટવ કેસો

નવી દિલ્હી તા. ૨૮ : દેશમાં કોરોના વાયરસના સંક્રમણની ઝડપ ધીમી પડી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસો હવે ૨૦ હજારની આસપાસ નોંધાઈ રહ્યા છે, જયારે મૃત્યુઆંક પણ ૩૦૦ની નીચે રહે છે. સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૦,૦૨૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૨,૦૭,૮૭૧ થઈ ગઈ છે.

ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૭ લાખ ૮૨ હજાર ૬૬૯ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૨૧,૧૩૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૭૭,૩૦૧ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૭,૯૦૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

બીજી તરફ ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૬,૮૮,૧૮,૦૫૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, રવિવારના ૨૪ કલાકમાં માત્ર ૭,૧૫,૩૯૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે

ગુજરાતમાં કોરોનાનો કહેર ઓછો થયો છે. ૨૪ કલાકમાં વધુ ૮૫૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને રિકવરી રેટ ૯૩.૯૧ ટકા રહ્યો. એક દિવસમાં ૯૨૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા. અત્યાર સુધીમાં રાજયના કુલ ૨,૨૭,૧૨૮ દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં સવા લાખ કેસ નોંધાયા

અમેરિકામાં રસીકરણ શરૂ થયાના પગલે જોગાનુજોગ કોરોના કેસો ઘટવા લાગ્યા :અમેરિકામાં કુલ કોરોના કેસનો આંક બે કરોડ આસપાસ પહોંચવા આવ્યો

સૌથી ઓછા ઓસ્ટ્રેલિયામાં ૧૫ અને ચીનમાં ફરી નવા ૨૧ કેસ નોંધાયા, જયારે ચીન કબજા હેઠળના હોંગકોંગમાં ૭૦ નવા કોરોના કેસ

અમેરીકા      :   ૧,૨૭,૭૪૦ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૩૦,૫૦૧ નવા કેસો

રશિયા        :   ૨૭,૨૮૪ નવા કેસો

ભારત         :   ૨૦,૦૨૧ નવા કેસો

બ્રાઝીલ       :   ૧૮,૪૭૯ નવા કેસો

જર્મની        :   ૧૨,૧૫૩ નવા કેસો

કેનેડા         :   ૧૦,૪૦૪ નવા કેસો

ઈટાલી        :   ૮,૯૧૩ નવા કેસો

ફ્રાન્સ          :   ૮,૮૨૨ નવા કેસો

જાપાન        :   ૩,૭૬૫ નવા કેસો

સાઉથ કોરીયા :   ૯૭૦ નવા કેસો

યુએઈ         :   ૯૪૪ નવા કેસો

બેલ્જીયમ     :   ૭૮૪ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૧૫૪ નવા કેસો

હોંગકોંગ      :   ૭૦ નવા કેસો

ચીન          :   ૨૧ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :   ૧૫ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૨૦,૦૦૦ કેસ અને ૨૭૯ મૃત્યુ નોંધાયા, કુલ મૃત્યુઆંક દોઢ લાખ આસપાસ પહોંચવા આવ્યો

નવા કેસો     :   ૨૦,૦૨૧ કેસો

નવા મૃત્યુ     :   ૨૭૯

સાજા થયા    :   ૨૧,૧૩૧

કુલ કોરોના કેસો  :      ૧,૦૨,૦૭,૮૭૧

એકટીવ કેસો  :   ૨,૭૭,૩૦૧

કુલ સાજા થયા   :      ૯૭,૮૨,૬૬૯

કુલ મૃત્યુ      :   ૧,૪૭,૯૦૧

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૭,૧૫,૩૯૭

કુલ ટેસ્ટ       :   ૧૬,૮૮,૧૮,૦૫૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૧,૯૫,૭૩,૮૪૭ કેસો

ભારત         :   ૧,૦૨,૦૭,૮૭૧ કેસો

બ્રાઝીલ       :   ૭૪,૮૪,૮૨૫ કેસો

૨૪ કલાકમાં વિવિધ રાજયો પૈકી પાંચ હજાર કોરોના કેસ સાથે કેરળ ટોચ ઉપર અને ૩૩૦૦ કોરોના કેસ સાથે મહારાષ્ટ્ર બીજા નંબરે : સાડા આઠસો કેસ સાથે દેશભરમાં ગુજરાત ૮મા ક્રમે આવે છે : જયારે સિક્કિમમાં સૌથી ઓછા ૪૬ અને ત્યારબાદ  પુડુચેરી ૪૮ તથા મણિપુર અને ચંદીગઢમાં ૫૩ અને ૬૩ નવા કેસો નોંધાયા છે

કેરળ         :  ૪,૯૦૫

મહારાષ્ટ્ર     :  ૩,૩૧૪

૫. બંગાળ    :  ૧,૪૩૫

તામિલનાડુ   :  ૧,૦૦૯

મધ્યપ્રદેશ   :  ૯૪૬

કર્ણાટક       :  ૯૧૧

ઉત્તરપ્રદેશ   :  ૯૦૦

ગુજરાત      :  ૮૫૦

રાજસ્થાન    :  ૮૪૩

છત્તીસગઢ    :  ૮૨૫

દિલ્હી         :  ૭૫૭

પુણે          :  ૫૮૬

મુંબઈ        :  ૫૭૮

બિહાર        :  ૫૪૫

બેંગ્લોર       :  ૫૪૨

તેલંગણા     :  ૪૭૨

હરિયાણા     :  ૩૬૨

આંધ્રપ્રદેશ    :  ૩૪૯

કોલકતા      :  ૩૨૫

ઓડીશા      :  ૩૦૩

પંજાબ        :  ૨૯૨

ચેન્નાઈ       :  ૨૯૦

ઈન્દોર       :  ૨૮૬

જમ્મુ કાશ્મીર :  ૨૬૦

ભોપાલ       :  ૧૯૪

અમદાવાદ   :  ૧૭૨

હિમાચલ પ્રદેશ  :        ૧૫૮

જયપુર       :  ૧૩૦

ઝારખંડ       :  ૧૨૨

ગોવા         :  ૭૨

ગુરૂગ્રામ      :  ૭૧

ચંદીગઢ      :  ૬૩

મણીપુર      :  ૫૩

પુડ્ડુચેરી       :  ૪૮

સિક્કીમ      :  ૪૬

(3:58 pm IST)