Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

તામિલનાડુની બેકરીએ બનાવી લેજન્ડ ફુટબોલર ડિએગો મેરડોનાની રિયલ લાઇફ સાઇઝ કેક

ચેન્નાઇ,તા. ૨૮: રામનાથપુરમસ્થિત બેકરીના માલિકે શનિવારે સ્વર્ગસ્થ ફુટબોલર ડિએગો મેરડોનાની કેકની પ્રતિમા તેયાર કરી પોતાની દુકાનની બહાર મુકી હતી. ચાર દિવસની મહેનતથી તૈયાર કરાયેલી આ કેકની પ્રતિમા માટે ૬૦ કિલો સાકર અને ૨૭૦ ઇંડાંનો ઉપયોગ થયો હતો.

આ બેકરી દર વર્ષે ક્રિસમસ દરમ્યાન સેલિબ્રિટીની કેકના સ્ટેચ્યુ બનાવી એને જાહેરમાં પ્રદર્શિત કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ બેકરીએ ઇલિયારાજા, અબ્દુલ કલામ અને બારાથીઆરની કેકની પ્રતિમા બનાવી હતી.

યુવાનોને મોબાઇલ ફોન અને કમ્પ્યુટર પર રમવાને બદલે રમતના મેદાનમાં રમવા વિનંતી કરનારા ફુટબોલ ખેલાડીને શ્રદ્ઘાંજલિ આપવા માટે બેકરીના માલિકે આ કેક તૈયાર કરી હતી. ડિએગો મેરડોનાનું મૃત્યુ ૨૫ નવેમ્બરે હાર્ટ અટેકથી થયું હતું.

(10:27 am IST)