Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

નોકરિયાતો ફોર્મ -૧૬ વગર પણ ભરી શકશે આવકવેરા રિટર્ન

નવી દિલ્હી,તા. ૨૮: આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ ડીસેમ્બર ૨૦૨૦ છે. એટલે હવે ફકત ૪ દિવસ જ બાકી રહ્યા છે. છેલ્લા સમયમાં જલ્દીમાં જલ્દી કોઇ ભૂલથી બચવા માટે બધા દસ્તાવેજો ભેગા કરીને આઇટીઆર ભરવું સારૂ રહેશે.

નોકરિયાત વ્યકિતઓ માટે ફોર્મ-૧૬ વગર રિટર્ન ભરવું અઘરૃં હોય છે. આ ફોર્મથી જ ખબર પડે છે કે નોકરિયાતનો કુલ પગાર કેટલો છે અને ટીડીએસ કેટલો કપાયો છે. જો કે કેટલીક પરિસ્થિતીઓમાં (જો કંપની ધંધો બંધ કરીને ચાલી જાય અથવા કોઇ કારણસર નોકરિયાત ઔપચારિકતા પુરી કર્યા વગર નોકરી છોડી દે) તો ફોર્મ ૧૬ નથી મળતુ. આવી સ્થિતીમાં અન્ય દસ્તાવેજોની મદદથી પણ આટીઆઇ ભરી શકાય છે.

ફોર્મ -૧૬ વગર આઇટીઆર ભરવા માટે સંબંધિત નાણાકીય વર્ષ દરમ્યાન બધા સ્ત્રોતોમાંથી થયેલ આવકની ગણત્રી કરવી. તેના માટે બધી સેલરી સ્લીપ ભેગી કરો.તેનાથી જ કુલ આવકની ખબર પડશે. હવે કરપાત્ર આવક જાણવા માટે કુલ આવકમાંથી તમામ પ્રકારના રોકાણ અને મળવાપાત્ર ડીડકશન બાદ કરો. આ ઉપરાંત શેર અથવા મ્યુચ્યલ ફંડમાં થયેલ લાભ રૂપિયાના કેપીટલ ગેઇન પર ટેક્ષ નથી લાગતો. જ્યારે શોર્ટ ટર્મના લાભ પર ૧૫ ટકા કર આપવો પડે છે. આઉપરાંત બચત, એફડી, રીકરીંગ ખાતાઓ પર મળતા વ્યાજ ઉપરાંત આવક અને ફોર્મ -૨૬ એએસથી આવકવેરા રિફંડ પર મળેલ વ્યાજની માહિતી મળશે.

પોતાના પગાર પરના ટીડીએસની માહિતી માટે ફોર્મ ૨૬ એએસ જુઓ. એનાથી ખબર પડશે કે જેટલો ટેક્ષ તમારી સેલરી સ્લીપમાં છે.તેટલો જ ફોર્મ ૨૬ એએસ માં છે કે નહીં. જો આંકડાઓ સરખા ન હોય તો તમારી જુની કંપનીની મદદથી જાણો રેન્ટ એલાઉન્સ, મેડીકલ એલાઉન્સ વગેરેને બાદ કરો. સાથે જ ૫૦ હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડીડકશન પણ મળે છે. આવકવેરા કાયદાની કલમ ૮૦ સી હેઠળ ૧.૫ લાખ રૂપિયા સુધીના રોકાણ પર છૂટ કલેઇમ કરો. કલમ ૮૦ ડી હેઠળ મેડીકલેમ પર પણ છુટનો દાવો કરી શકો છો. આ બધી ગણત્રી પછી તમને ખબર પડશે કે તમારી કરપાત્ર આવક કેટલી છે. તેના પર કરની ગણત્રી કરીને રિટન ભરો દો. જો પહેલાથી જ વધારે કર ભરાયો હશે તો આઇટીઆર ભર્યા પછી રીફંડ આવી જશે. આઇટીઆર ભર્યા પછી ઇ-વેરીફીકેશન જરૂર કરાવો.

(10:24 am IST)