Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

૩૧મી પછી રાત્રે ૧૧થી સવારે ૬ સુધી કર્ફયુ રહે તેવી સંભાવના : આજે થશે એલાન

રાજ્યના ૪ મહાનગરો વિષે નિર્ણય લેવા આજે મહત્વની બેઠક

અમદાવાદ,તા. ૨૮: ગુજરાતના ૪ મહાનગરમાં હાલ રાત્રિ કર્ફ્યુંનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ ૩૧ ડિસેમ્બરે રાત્રી કર્ફ્યુંનું જાહેરાનામું પૂર્ણ થવા આવી રહ્યું છે ત્યારે આગામી સ્થાનિક સ્વારાજયની ચૂંટણીને ધ્યાનમાં લઇને આજની હાઇલેવલ બેઠકેમાં રાત્રી કર્ફ્યુંન નિયમમાં ફેરફાર કરવામાં આવે તેવી શકયતા છે.

કોરોનાકાળમાં રાજય સરકાર દ્વારા દિવાળી બાદ કોરોના કેસ વધતા અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રિ કર્ફ્યુંની જાહેરાત કરવામાં આવી હતી. જો કે ૩૧ ડિસેમ્બરે રાત્રી કર્ફ્યું જાહેરનામું પૂર્ણ થઇ રહ્યું છે.

રાજયમાં આજે કર્ફ્યું ૩૧ ડિસેમ્બર બાદ રાત્રી કર્ફ્યુંમાં કોઇ ફેરફાર કરવો કે નહીં તેના માટે આજે હાઇલેવની બેઠક યોજાઇ તેવી શકયતા જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં રાજયમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને ધ્યાનમાં લઇને રાત્રિ કર્ફ્યુંના સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવી શકે છે. જો કે બીજી તરફ અટકળો મુજબ રાત્રી કર્ફ્યું જાન્યુઆરીના અંત સુધી લંબાવામાં આવી શકે છે.

જો કે રાત્રી કર્ફ્યુંના સમયમાં ફેરફાર કરવામાં આવે તેવી પણ સંભાવના છે. જેમાં રાત્રે ૯ વાગ્યા બદલે ૧૧ વાગ્યાથી તેમજ સવારે ૬ વાગ્યાના બદેલ ૫ વાગ્ય સુધી અમલવારી કરવામાં આવ શકે છે.

 કોરોના સંક્રમણને લઇને કાબૂમાં રાખવા જાન્યુઆરી મહિનામાં રાત્રિ કર્ફ્યુ રહી શકે છે. ગુજરાતના ૪ મહાનગરોમાં કર્ફ્યુને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ગુજરાત હાઇકોર્ટે પણ કહ્યું હતું કે રાત્રિ કર્ફ્યુ જરૂરી છે, રાત્રિ કર્ફ્યુ હજુ વધુ સમય ચાલુ રહેવું જોઇએ. રાત્રિ કર્ફ્યૂને કારણે કોરોનાના કેસની સંખ્યા દ્યટી છે.

કોરોના સંક્રમણને લઇ રાત્રિ કર્ફ્યુ લાગુ કરાયું છે ત્યારે રાજયના મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ હજુ યથાવત રહેશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ છે. આગામી ૩૧મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. તેવામાં ગુજરાત પોલીસ પણ આ તહેવારો પહેલા જ અલર્ટ થઇ ગઇ છે.

મહાનગરોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ જાહેરનામાના ભંગના ગુના નોંધી રહી છે. અમદાવાદ પોલીસે આ અંગે જાહેરાત કરી હતી કે, ૩૧ ડિસેમ્બરે કોઈ નિયમ ભંગ કરશે તો તેમની સામે ફરિયાદ નોંધવામાં આવશે. ૯ વાગ્યા પહેલા ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી શકાશે. ૩૧ ડિસેમ્બરના રોજ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ કરવામાં આવશે અને દારૂડિયાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવશે.

રાત્રિ કર્ફ્યુ અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ કહ્યું હતું કે, મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ હાલ હટાવવામાં નહીં આવે. રાત્રિમાં થતી ભીડને લઇ નિર્ણય લેવાયો હતો.

(9:42 am IST)