Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

હજુ માંડ ૫૦% જ આઇટી રિટર્ન ફાઇલ થયા છે : મુદત વધારવા તીવ્ર માંગણી

૩૧મી તારીખ છેલ્લી તારીખ હોવા છતાં પણ

નવી દિલ્હી,તા. ૨૮: ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની મુદત ૩૧મી ડિસેમ્બરે પૂરી થઇ રહી છે. ત્યારે હકીકત એ છે કે માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાંહજુ માત્ર ૫૦ ટકા જેટલા કરદાતા જ રિટર્ન ફાઇલ કરી શકયા છે. તેથી ડિપાર્ટમેન્ટની આવકમાં પણ નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો છે. હિસાબી વર્ષ પુરૂ થવાને ત્રણ મહિનાની વાર હોઇ ડિપાર્ટમેન્ટ દ્વારા વધુમાં વધુ ટેકસ કલેકશનર માટે પ્રયાસ શરૂ થઇ ગયા છે. દેશભરમાંથી કરદાતાઓ, વેપારી સંગઠનો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દ્વારા ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની મુદત ત્રણ મહિના વધારવા રજુઆતો થઇ રહી છે. સરકાર પણ ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની મુદત વધારે તેવી સંભાવના જોવા મળી રહી છે.

ભારતની વસતિ સવા સો કરોડ કરતા પણ વધારે છે ત્યારે તેની સામે માંડ પાંચ ટકા લોકો જ ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. આ પૈકી મોટાભાગના લોકો તો નીલ રિટર્ન ફાઇલ કરતા હોય છે. હવે બાકીના જે કરદાતા બચ્યા તેમના ટેકસની અર્થતંત્ર ચાલતુ હોય છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે દેશભરમાં ત્રણ મહિના સુધી તમામ એકમો બંધ રહ્યા હતા. તેથી લોકોની આર્થિક સ્થિતી ખૂબ જ ડામાડોળ છે. આ સ્થિતીમાં ધંધા ચાલુ થયા બાદ પણ ઘણા લોકો ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરી શકતા નથી. ત્રણ મહિના સુધી તમામ ચાટર્ડ એકાઉન્ટન્ટ ઓફીસર અડધા સ્ટાફથી ચાલી રહી છે. તેથી રિટર્ન ફાઇલ કરવાની ગતિ ઘણી ધીમી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટ ટેકસ સમિતિના ચેરમેન જૈનિક વકીલના જણાવ્યા મુજબ હજુ ગુજરાત સહિત દેશભરમાં ૫૦ ટકા નથી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ નાણા મંત્રી નિર્મલા સીતારામન સમક્ષ ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની મુદત ત્રણ મહિના સુધી વધારવા રજુઆત કરી છે.

(9:40 am IST)