Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

તુર્કીની સંસદમાં નવો કાયદો પસાર : માનવાધિકાર સમૂહો નારાજ : સામાજિક સંગઠનોની સ્વતંત્રતા સીમિત રહેશે

હજારો નાગરિકો, સામાજિક કાર્યકરો, પત્રકારો, રાજકારણીઓ, વ્યાવસાયિક સંગઠનોના સભ્યો તપાસના દાયરામાં હોય આ કાયદો વિરોધી સંગઠનોને નિશાના પર લેશે.: માનવાધિકાર સંગઠનોને ભય

નવી દિલ્હી : તુર્કીની સંસદમાં   એક નવો કાયદો પ્રસાર કર્યો છે, જે હેઠળ સંગઠનો અને સંસ્થાઓ પર સરકારનું મોનિટરિંગ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.અમનેસ્ટી ઈન્ટરનેશનલ સહિત અનેક માનવાધિકાર સમૂહો અનુસાર, નવા કાયદાના કારણે સામાજિક સંગઠનોની સ્વતંત્રતા સીમિત રહી જશે.

નવા કાયદા અનુસાર, તુર્કીના ગૃહ પ્રધાનને તે સંગઠનોના સભ્યોને બદલવાની પરવાગી આપવામાં આવી છે, જેની તપાસ આતંકવાદીઓના આરોપો માટે કરવામાં આવી રહી છે. તે ઉપરાંત મંત્રાલયે નવા કાયદા હેઠળ સંસ્થાઓની ગતિવિધિઓને રોકવા માટે અદાલતોમાં અરજી કરવાનો પાવર પણ મળશે.કહેવામાં આવી રહ્યું છે કે, આંતરાષ્ટ્રીય સંગઠનોને પણ આ કાયદામાં સામેલ કરવામાં આવ્યા છે અને કાયદામાં તેમને પણ દંડ કરવાની જોગવાઈ છે.તુર્કીની સંસદ દ્વારા પાસ કરવામાં આવેલા આ કાયદાના ડ્રાફ્ટને રાષ્ટ્રપતિ અર્દોઆનની પાર્ટીએ જ તૈયાર કર્યો છે.

આ અઠવાડિયાની શરૂઆતમાં, એમ્નેસ્ટી અને હ્યુમન રાઇટ્સ એસોસિએશન સહિતના કેટલાક માનવાધિકાર સંગઠનોએ એક નિવેદનમાં કહ્યું હતું કે આતંકવાદના આરોપો તુર્કીમાં મનસ્વી રીતે દાખલ કરવામાં આવી રહ્યા છે અને જેમના કેસમાં અંતિમ નિર્ણય પણ લેવામાં આવ્યો નથી તેમને પણ દંડિત કરવામાં આવી રહ્યાં છે.

સંગઠનોએ કહ્યું, ” હજારો નાગરિકો, સામાજિક કાર્યકરો, પત્રકારો, રાજકારણીઓ, વ્યાવસાયિક સંગઠનોના સભ્યો તપાસના (આતંકવાદ વિરોધી કાયદો) દાયરામાં છે, તેથી તેમાં કોઈ શંકા નથી કે આ કાયદો લગભગ તમામ વિરોધી સંગઠનોને નિશાના પર લેશે.

2016માં સત્તાને તોડી પાડવાના અસફળ બળવા પછી, સેંકડો લોકો સામે આતંકવાદના આરોપોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. એમ્નેસ્ટી અને અન્ય નાગરિક જૂથોના સભ્યોની આ અંગે તપાસ કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે સેંકડો સંસ્થાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી

(8:32 am IST)