Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૭૩૨ નવા કેસ નોંધાયા

૧ જુલાઈ બાદ એક દિવસમાં સૌથી ઓછા કેસ : ભારતમાં કોરોના વાયરસના કારણે કુલ ૧,૪૭,૬૨૨ દર્દીઓનાં મોત, હાલમાં ૨,૭૮,૬૯૦ એક્ટિવ કેસો

અમદાવાદ, તા. ૬ : દેશમાં કોરોના સંક્રમિત થનારા લોકોનાં આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે. ૨૪ કલાકમાં સંક્રમિતોનો આંક ૨૦ હજારથી નીચે નોંધાયો છે. આ ઉપરાંત એક દિવસમાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા પણ ૩૦૦થી નીચે પહોંચી ગઈ છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૮,૭૩૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૭૯ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૧,૮૭,૮૫૦ થઈ ગઈ છે.

ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૯૭ લાખ ૬૧ હજાર ૫૩૮ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૨૧,૪૩૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૭૮,૬૯૦ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૪૭,૬૨૨ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)એ રવિવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૬ ડિસેમ્બર સુધીમાં ભારતમાં કુલ ૧૬,૮૧,૦૨,૬૫૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૯,૪૩,૩૬૮ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૮૯૦ કેસ નોંધાયા છે. જેની સામે ૧૦૦૨ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૭ દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૪૨૭૫ થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૨,૪૦,૯૯૫ નોંધાયા છે. જેમાંથી એક્ટિવ કેસ ૧૦,૫૧૨ છે. આજે રાજ્યમાં કુલ ૫૩,૫૩૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૩.૮૬ ટકા છે. ગુજરાતના આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં ૧૭૮, અમદાવાદ જિલ્લામાં ૭, સુરત શહેરમાં ૧૨૮, સુરત જિલ્લામાં ૩૬, વડોદરા શહેરમાં ૧૦૮, વડોદરા જિલ્લામાં ૩૧, રાજકોટ શહેરમાં ૫૮, રાજકોટ જિલ્લામાં ૨૦, ગાંધીનગર શહેરમાં ૧૫, ગાંધીનગર જિલ્લામાં ૧૪, કચ્છમાં ૨૯, મહેસાણામાં ૨૪, ભાવનગર, દાહોદમાં ૨૨-૨૨, ભરુચમાં ૨૦, ખેડામાં ૧૯, જૂનાગઢ, પંચમહાલમાં ૧૭-૧૭, પાટણમાં ૧૪, સુરેન્દ્રનગરમાં ૧૩, સાબરકાંઠામાં ૧૨ સહિત કુલ ૮૯૦ કેસ નોંધાયા છે.

ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના કારણે ૭ દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં ૪, સુરત, રાજકોટ અને મહેસાણામાં ૧-૧ દર્દીનું મોત થયું છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં ૧૮૪, અમદાવાદ જિલ્લામાં ૮, સુરત શહેરમાં ૧૩૧, સુરત જિલ્લામાં ૩૦, વડોદરા શહેરમાં ૬૦, વડોદરા જિલ્લામાં ૨૮, રાજકોટ શહેરમાં ૧૩૯, રાજકોટ જિલ્લામાં ૨૮, ગાંધીનગર શહેરમાં ૧૪, ગાંધીનગર જિલ્લામાં ૨૪, મહેસાણામાં ૫૯, અમરેલીમાં ૩૨, કચ્છમાં ૩૦, પંચમહાલમાં ૨૭ સહિત ૧૦૦૨ દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

ગુજરાતમાં અત્યારે કુલ ૧૦,૫૧૨ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં ૬૧ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૧૦,૪૫૧ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨,૨૬,૨૦૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(12:00 am IST)