Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

એક મહિના બાદ ખેડૂતોએ રણનીતિમાં કર્યો ફેરફાર : હવે અન્ય રાજ્યોમાં પણ કરશે આંદોલ

ખેડૂત નેતા પટના, મહારાષ્ટ્ર, યુપી, રાજસ્થાનની સાથે અન્ય રાજ્યોના ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છે

નવી દિલ્હી તા. ૨૮ : કેન્દ્રના કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી કૂચના એક મહિના બાદ હવે ખેડૂતોએ આંદોલનની રણનીતિમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. જેના આધારે હવે તેઓ અન્ય રાજયોમાં પણ આંદોલન કરશે. ખેડૂત નેતા પટના, મહારાષ્ટ્ર, યૂપી, રાજસ્થાનની સાથે અન્ય રાજયોના ખેડૂતોનો સંપર્ક કરી રહ્યા છે.

કેન્દ્રના નેતા ખેડૂત આંદોલનને લઈને વારેઘડી નિવેદન આપી રહ્યા છે. કૃષિ કાયદાની વિરોધમાં ખેડૂતોનું આ આંદાલન ફકત પંજાબ સુધી સીમિત છે. અહીંની સત્તાસીન કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળ આંદોલનને ઉગ્ર બનાવી રહ્યા છે. કેન્દ્ર તરફથી આવતા નિવેદનને ખેડૂત સંગઠનો ગંભીરતાથી લેતા તેઓએ રણનીતિમાં ફેરફાર શરૂ કર્યો છે. તેઓ દિલ્હી બોર્ડરથી હવે અન્ય રાજયોમાં પણ આંદોલનને વધારી રહ્યા છે. સાથે અહીં આંદોલનમાં ભાગ લેનારાનું સમર્થન પણ મેળવી રહ્યા છે.

હાલમાં પંજાબની કિર્તિ કિસાન કાર્યક્રમના નેતા મુંબઈમાં આયોજિત ખેડૂત આંદોલનમાં સામેલ થયા હતા. ભારતીય ખેડૂત યૂનિયનના ખેડૂત નેતા ૨૯ ડિસેમ્બરે બિહારની રાજધાની પટનમાં આયોજિત થનારા ખેડૂતોના પ્રદર્શનમાં સામેલ થશે. ખેડૂત નેતાઓનું કહેવું છે કે આ રણનીતિના સકારાત્મક પરિણામ આવી રહ્યા છે. અન્ય રાજયોના ખેડૂતો સંગઠન તેમના સંપર્કમાં છે અને આંદોલનમાં તમામ શકય મદદનું આશ્વાસન આપી રહ્યા છે.

ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કો- ઓર્ડિનેશન કમિટીના તરફથી અપાયેલી જાણકારી અનુસાર ડિસેમ્બરના અંત સુધી આ રણનીતિ પર કામ કરાશે. રણનીતિના આધારે નક્કી કરાયું છે કે ખેડૂત કાયદાના વિરોધમાં આ ખેડૂતો દેશનના ૧૫થી વધારે રાજયોના ૫૦૦ શહેરો સુધી પહોંચી શકે છે. આ સ્થાન પર ખેડૂત સંગઠનો કાર્ય કરવામાં લાગ્યા છે.

કોંગ્રેસ સહિત પંજાબના અન્ય વિપક્ષી દળના ખેડૂતના આંદોલનનો વિસ્તાર કરવામાં લાગ્યા છે. શિરોમણી અ્કાળી દળે આંદોલનને ગતિ આપવાના હેતુથી પાર્ટીના ૩ વરિષ્ઠ નેતાઓને લઈને એક કમિટી બનાવી છે. જે અન્ય રાજયોમાં જઈને ખેડૂત આંદોલનમાં સહયોગ આપવાને લઈને સમર્થન કરી રહ્યું છે. કોંગ્રેસ અને આપ પણ શિઅદની રાહ પર છે. બંને પાર્ટીના નેતા કેન્દ્રના કૃષિ કાયદાની વિરોધમાં કામ કરી રહ્યા છે.

(9:46 am IST)