Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

PMC બેંક કૌભાંડ સંદર્ભે

શિવસેનાના નેતા સંજય રાઉતની પત્નીને ઇડીનું તેડુ : ૨૯મીએ પુછપરછ કરાશે

મુંબઈ,તા.૨૮: મહારાષ્ટ્રમાં શિવસેનાના મોટા નેતા સંજય રાઉત માટે નવી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. પ્રવર્તન નિદેશાલયએ તેમની પત્ની વર્ષા રાઉત ઉપર સંકંજો કર્યો છે. ઈડીએ તેમની પત્ની વર્ષા રાઉતને ૨૯ ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું છે. ઈડીએ આ કાર્યવાહી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોપરેટિવ બેન્ક ફ્રોડ મામલામાં કરી હતી. જોકે, ઈડીએ આ પહેલા પણ વર્ષા રાઉતને રજૂ થવાનો આદેશ આપી ચૂકી છે. ઈડીએ આ પહેલા તેમણે ૧૧ ડિસેમ્બરે રજૂ થવાનું કહ્યું હતું.

 

આ મામલે ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ કિરીટ સોમૈયાએ સંજય રાઉત ઉપર સવાલ ઉઠાવ્યો છે અને તેમણે વીડિયો સંદેશ રજૂ કર્યો હતો કે પીએમસી બેન્ક કૌભાંડ સંબંધમાં ઈડીએ સંજય રાઉત જીના પરિવિારને નોટિસ મોકલી હતી.

એવું માનવામાં આવે છે. હું સંજય રાઉત સાહેબને પૂછવા માંગુ છું કે તમારો કે તમારા પરિવારનો પીએમસી બેન્ક સાથે આર્થિક વ્યવહાર થયો હતો કે શું? તેમણે કહ્યું કે કેવો આર્થિક વ્યવહાર થયો હતો તે જનતા સામે રાખે. શું તમારી પાસે આ મામલે પહેલા જાણકારી કે નોટિસ આવી હતી? એ જાણકારી પણ જનતા સામે રાખો. સોમૈયાએ બેન્કને ફરીથી શરુ કરવાની વાત ઉપર ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે ૧૦ લાખ લોકોના પૈસા પીએમસી બેન્કમાં ફસાયેલા છે. બેન્ક પુનઃજીવીત થવી જોઈએ. આ પહેલા અમારા પ્રયત્નો છે કે આ જ પ્રકારે તેમના લાભાર્થીઓની પણ તપાસ થવી જોઈએ.

પીએમસી બેન્કે ખોટી રીતે એચડીઆઇએલ ગ્રુપથી ૬૫૦૦ કરોડ રૂપિયાની લોન આપી હતી. જે સપ્ટેમ્બર ૨૦૧૯માં બેન્કે ટોટલ લોન બૂક સાઈઝ ૮૮૮૦ કરોડ રૂપિયાનું ૭૩ ટકા હતો. માર્ચ ૨૦૧૯માં બેન્ક ડિપોઝિટ બેસ ૧૧,૬૧૭ કરોડ રૂપિયા હતા.

આ ઘોટાળો ઉજાગર થયા બાદ પીએમસી બેન્કના પૂર્વ એમડી જોય થોમસ અને પૂર્વ ચેરમેન વરયામ સિંહ ગત વર્ષે ઓકટોબરમાં મુંબઈની ઈકોનોમિક ઓફિસ વિંગમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત બેન્કના બજી સિનિયર અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.

(11:04 am IST)