Gujarati News

Gujarati News

News of Saturday, 28th December 2019

૫૫% હિન્દુઓ સંયુકત પરિવારમાં રહે છેઃ ઝામ્બિયામાં પરિવારનું સરેરાશ કદ ૧૩.૮ સભ્યોનું

નવી દિલ્હી,તા.૨૮:  ભારતના સંયુકત કુટુંબ એ વાર્તામાં ઉતરેલી દ્યટના છે. લોકકથાઓ અને બોલીવુડમાં પણ એના ગુણગાન ગવાય છે. શહેરીકરણ અને ન્યુકલીઅર પરિવારના પ્રવાહ સામે સંયુકત કુટુંબ પ્રથા હજુ પણ મજબૂત છે. પ્યુ રિસર્ચ સેન્ટરના રિપોર્ટ મુજબ વિશ્વના અડધાથી વધુ હિંદુઓ એકસટેન્ડેડ અથવા સંયુકત પરિવારમાં રહે છે. ઝામ્બિયાની જેમ ભારતમાં સંયુકત પરિવારો મોટા નથી. ઝામ્બિયામાં એક કુટુંબમાં સરેરાશ ૧૪ માણસો રહે છે.

અભ્યાસમાં પરિવારના કદના ૭ વર્ગો પાડવામાં આવ્યા હતા. એકસટેન્ડ પરિવારમાં સંતાનો અથવા પાર્ટનરો સિવાયના બીજા સગા-સંબંધીનો પણ સમાવેશ થાય છે. આવા પરિવારોમાં વયસ્ક માણસો તેમના ભાઈ-બહેન, માતા-પિતા અથવા પોતાના સંતાનો સાથે રહેતા હોય છે. ટુ પેરેન્ટસ ૅં ૧૮ વર્ષથી નાના એક બાયોલોજીકલ ઓરમાન અથવા દતક લીધેલા બાળક સાથે રહેતા પરિણીત અથવા સાથે રહેતા પાર્ટનર્સ.

કપલ : બીજા કોઈપણ વગર સાથે રહેતા પાર્ટનર્સ અથવા પરિણીત યુગલ સંતાનો સાથે રહેતા ન હોય તેવા યુગલોનો પણ આ વર્ગમાં સમાવેશ થાય છે.

એડલ્ટ ચાઈલ્ડ :૧૮ વર્ષથી વધુની વયના બાળક સાથે એક અથવા બે પેરન્ટસઃ ૧૮ વર્ષથી નાનું કોઈ બાળક નહીં.

સોલો : માત્ર એક વ્યકિતવાળો પરિવાર

સિંગલ પેરન્ટ : એક પુખ્ત વયની વ્યકિત અને ઓછામાં ઓછો એક ૧૮ વર્ષથી નાનો બાયોલોજીકલ, ઓરમાન અથવા દતક લીધેલું બાળક. આવા પરિવારમાં પુખ્ત વયના સંતાનનો સમાવેશ થતો હોય શકે છે.

પોલીગેમ્સઃ આવા પરિવારમાં એક સભ્ય એકથી વધુ જીવનસાથી અથવા પાર્ટનર સાથે રહેતા હોય છે. અન્ય લોકો પણ પરિવારમાં રહેતા હોય છે. એમાં બહુપત્નીત્વ અથવા બહુપતીત્વ સંબંધ ધરાવતા દરેક પરિવારનો આમાં સમાવેશ થતો નથી.સર્વે મુજબ ૫૫% હિન્દુઓ એકસ્ટેન્ડેડ પરિવારમાં, ૩૦% બે પેરન્ટસવાળા, ૮% એડલ્ટ ચાઈલ્ડવાળા પરિવારમાં રહે છે. એકલા હિંદુ પરિવાર માત્ર ૦.૯% અને સિંગલ પેરેન્ટવાળા ૩% અને પોલીગમ્સ પરિવારો માત્ર અડધા ટકાથી વધુ છે.

હિંદુઓ પછી બૌદ્ઘોના ૫૫% એકસટેન્ડેડ પરિવારોમાં અને ૨૦% બે પેરેન્ટસવાળા પરિવારો ધરાવે છે.

માત્ર ૩૬% મુસ્લીમો એકસટેન્ડેડ પરિવાર અને ૪૬% ટુ-પેરન્ટસ પરિવાર ધરાવે છે. પોલીગેમ્સ પરિવારમાં ૫% મુસ્લીમો રહે છે.

ઈસાઈઓમાં ૨૯% એકસટેન્ડેડ પરિવારોમાં અને ૩૪% ટુ-પેરન્ટસ પરિવારોમાં રહે છે.આફ્રિકાના ગામ્બીયામાં પરિવારનું સરેરાશ કદ ૧૩.૮ લોકો, અફદ્યાનીસ્તાનમાં ૯.૮ લોકોનું અને પાકિસ્તાનમાં ૮.૫ લોકોનું છે. ભારતમાં પરિવારદીઠ સરેરાશ ૫.૮ માણસો સાથે રહે છે.

(3:43 pm IST)