Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

રિલાયન્સ કમ્યુનિકેશન્સની વાયરલેસ મિલકતને રિલાયન્સ જિયોને વેચવા કરાર

નિષ્ણાતોના એક સમૂહની દેખરેખમાં અધિગ્રહણની પક્રિયા: RCom આ એસેટ્સનું વેચાણની 40000 કરોડ રૂપિયા ભેગા કરશે

નવી દિલ્હી :મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકૉમએ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom)ના સ્પેક્ટ્રમ, મોબાઇલ ટાવર અને ઑપ્ટિકલ ફાઇબર નેટવર્ક સહિતના અન્ય મોબાઇલ બિઝનેસ અસેટ્સને ખરીદવાની ડિલ કરી છે.આ ડિલમાં મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણીને મોટી રાહત આપશે. RCom લગભગ 45 હજાર કરોડ રૂપિયાના બોજ હેઠળ છે અને લાંબા સમયથી ચૂકવણી કરવાના લાગેલું છે. રિલાયન્સ જિયોએ એક નિવેદનમાં આ જાણકારી આપી હતી

    જિયોના માનવા મુજબ આ એસેટ્સ રણનીતિક રીતે મહત્વના છે અને તેનાથી જિયો દ્વારા વાયરલેસ અને ફાઇબર ટુ હોમ સહિતની ઉદ્મમ સેવાઓને મોટા પ્રમાણમાં મદદ મળશે. આ ડિલ વિશે સરકાર અને નિયમનકારી અધિકારોનથી મંજૂરી લેવામાં આવશે જિયોએ કહ્યુ હતું  કે, RComના એસેટ્સના અધિગ્રહણની પક્રિયા નિષ્ણાતોના એક સમૂહની દેખરેખ અંદર કરવામાં આવી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે લોનની બોજથી દબાયેલા RComના દેવાદારોની સાથે એક નવી ડિલને અંતિમ રૂપ આપવાની જાહેરાત આ મંગળવારે કરી હતી. તેમાં કહેવામાં આવ્યુ હતુ કે, નવી વ્યવસ્થા હેઠળ આ એસેટ્સનું વેચાણની 40000 કરોડ રૂપિયા ભેગા કરશે. અનિલ અંબાણીએ કહ્યુ કે, આ યોજનાને ચીની બેંકનું સમર્થન પણ છે જેને કંપનીને 1.8 અરબ ડૉલરનો દેવાની ચૂકવણીમાં મળેલી અસફળતા માટે NCLTમાં ખેંચી ગઇ હતી.

(10:28 pm IST)