Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

પાકિસ્તાની જેલમાંથી 145 ભારતીય માછીમારો મુક્ત :લાહોર પહોંચ્યા ;કાલે વાઘા બોર્ડરે આવશે

ગુડવિલ જેશ્ચર હેઠળ બે તબક્કામાં 291 ભારતીય માછીમારોને મુક્ત કરશે:146 માછીમારોને 8 જાન્યુઆરી સુધીમાં છોડી મુકાશે

નવી દિલ્હી :કુલભૂષણ જાધવના પરિવાર સાથે પાકિસ્તાનમાં થયેલ દુર્વ્યવહાર પર ચાલી રહેલ વિવાદ વચ્ચે પાકિસ્તાને આજે 145 ભારતીયો માછીમારોને મુક્ત કર્યા છે આ માછીમારોને પાકિસ્તાને કથિત રીતે પાકિસ્તાની સીમા ક્ષેત્રમાં માછલી પકડવાના આરોપમાં પકડ્યા હતા.

   પાકિસ્તાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડૉ.મોહમ્મદ ફૈઝલે કહ્યું હતુંકે, પાકિસ્તાન ગુડવિલ જેશ્ચર હેઠળ બે તબક્કામાં 291 ભારતીય માછીમારોને મુક્ત કરશે આ હેઠળ ગુરૂવારે પાકિસ્તાને 145 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે.અન્ય 146 માછીમારોને 8 જાન્યુઆરી સુધીમાં મુક્ત કરાશે

     માછીમારોને મુક્ત કર્યા બાદ પાકિસ્તાને તમામને કડક સુરક્ષા વચ્ચે કરાચી કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન લવાયા હતા જ્યાંથી તેમને ટ્રેનમાં લાહોર લાવ્યા હતા લાહોરથી તેમને વાઘા બોર્ડર લાવવામાં આવશે, જ્યાં તેમને ભારતને સોંપવામાં આવશે.

(9:22 pm IST)