Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

૩૧ ડિસેમ્બરથી જૂના મોબાઇલ પર વોટ્સએપ કામ કરતું બંધ થઇ જશે

નવી દિલ્હી તા. ર૮ :.. જો તમારો સ્માર્ટ ફોન જૂનો હશે તો મેસેજિંગ એપ વોટ્સએપ કામ કરતું બંધ થઇ જશે. બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી ૧૦, વિન્ડોઝ ફોન ૯.૦ અને એનાથી જૂના પ્લેટફોર્મ ધરાવતા મોબાઇલમાં ૩૧ ડીસેમ્બરથી વોટ્સએપ સપોર્ટ નહીં કરે એવું કંપનીએ ઓફીશ્યલી જાહેર કરી દીધું છે. ભવિષ્યમાં થનારા વોટ્સએપનાં ફીચર્સના અપગ્રેડેશન માટે જરૂરી ક્ષમતા જૂના પ્લેટફોર્મ્સમાં નથી. જો તમારે વોટ્સએપનાં લેટેસ્ટ ફીચર્સના લાભ લેવા હોય તો જૂના ડીવાઇસને બદલે એન્ડ્રોઇડ ઓએસ-૪ પ્લસ,   iPhone iOS 7 પ્લસ અથવા તો વિન્ડોઝ ૮.૧ પ્લસ પ્લેટફોર્મ પર ચાલતા નવા સ્માર્ટફોન વાપરવા પડશે. ર૦૧૮ ના ડીસેમ્બર મહિના પછી નોકિયા એસ-૪૦ પર પણ વોટ્સએપ સપોર્ટ નહીં થાય.

(11:44 am IST)