Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

ચીને વળતા પ્રહારમાં યુએસના ૧૧ સાંસદોને પ્રતિબંધિત કર્યા

ચીન-અમેરિકા વચ્ચેનો ગજગ્રહ વકર્યો : યુએસે ચીનના ૧૧ નાગરિકો ઉપર પ્રતિબંધ મૂક્યો હતો

બેઈજિંગ, તા. ૧૦ : ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ વધે તેવા એક ઘટનાક્રમમાં ચીને અમેરિકાના ૧૧ સાંસદો અને નાગરિકો પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ ગત શુક્રવારે હોંગકોંગ મુદ્દે ચીનના ૧૧ અધિકારીઓ પર પ્રતિબંધ મુક્યો હતો. ૧૧ સાંસદોમાં ટેડ ક્રૂઝ અને મૈક્રો રુબિયોનો પણ સમાવેશ થાય છે. ચીને જણાવ્યું કે હોંગકોંગના મુદ્દા પર કેટલાક અમેરિકી સાંસદોનું વલણ એકદમ અયોગ્ય હતું, જેના કારણે તેમના પર પ્રતિબંધ મુકવામાં આવર્શે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિઆને કહ્યું કે અમેરિકા પરિસ્થિતિને સમજવાની કોશિશ કરે અને અમારા આંતરિક મામલામાં દખલ આપવાનું બંધ કરે. અમેરિકાના પગલાથી આંતરરાષ્ટ્રિટ કાયદાનું ઉલ્લંઘન થયું છે. ઉલ્લેખનીય છે કે ચીને હોંગકોંગ પર પોતાની પકડ વધારવા માટે નવો સુરક્ષા કાયદો બનાવ્યો છે,

             જેનો અમેરિકા સમેત અનેક દેશો વિરોધ કરી રહ્યા છે. અમેરિકાએ શુક્રવારે હોંગકોંગના ચીફ ઇગ્ઝેક્યુટિવ કૈરી લૈમની અમેરિકી સંપતિ જપ્ત કરવાનું એલાન પણ કર્યુ હતું. અમેરિકાએ હોંગકોગંના કૈરી લૈમ અને અન્ય અધિકારીઓને ચીનની લોકશાહીનું દમન કરનાર નીતિઓ લાગુ કરવા માટે જવાબદાર ગણાવ્યા છે. થોડા દિવસો પહેલા અમેરિકાએ હોંગકોંગનો વિશેષ દરજ્જો પણ ખતમ કર્યો હતો. અમેરિકા સિવાય બ્રિટને પણ ચીનના કાયદાનો વિરોધ કર્યો છે. બ્રિટને હોંગકોંગના સાડા ત્રણ લાખ બ્રિટીશ પાસપોર્ટ ધારકો અને ૨૬ લાખ અન્ય લોકોને પાંચ વર્ષ માટે બ્રિટીશમાં રહેવાની મંજૂરી આપી છે. બ્રિટનના નિર્ણય બાદ ચીને તેને પણ પરિણામ ભોગવવાની ધમકી આપી છે.

(8:28 am IST)