Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

'મૌજે ગુજરાત' કાર્યક્રમ માણનારા માટે ટી-પોસ્ટ દ્વારા ચા-કોફી-કૂકીઝની વિનામુલ્યે સેવા

'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી' દ્વારા ત્રીજી ઇવેન્ટ 'મૌજે ગુજરાત' શ્રી હેમુ ગઢવી હોલ ખાતે શનિવારે યોજાઇ છે. આ ઇવેન્ટ્સને મોજથી માણવાની સાથો સાથ શ્રોતાઓને વિનામુલ્યે ચા-કોફી અને કૂકીઝનો સ્વાદ પણ માણવા મળશે. આ માટેની વ્યવસ્થા ટી-પોસ્ટ દ્વારા કરવામાં આવી છે. અગાઉની ઇવેન્ટ્સમાં પણ ટી-પોસ્ટ દ્વારા આ સુવિધા પુરી પાડવામાં આવી હતી.

'ટી-પોસ્ટ' એટલે એવું નામ કે જેનું રાજકોટનું યુવાધન ખૂબ મોટુ ચાહક છે. શહેરમાં અનેક જગ્યાએ ટી-પોસ્ટની ફ્રેન્ચાઇઝી ઉપબલ્ધ છે જ્યાં મીઠી મધુરી ચા સાથે અન્ય નાસ્તાનો પણ સ્વાદ માણી શકાય છે. આ જ ટી-પોસ્ટ દ્વારા 'મૌજે ગુજરાત'ના શ્રોતાઓને સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિનામૂલ્યે ચા-કોફી અને કુકીઝની સુવિધા પૂરી પાડવામાં આવશે.

(12:00 am IST)