Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કોકટેલ દેસી, લાઇફ મંત્ર પછી 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ -ગુજરાત્રી' લાવ્યું છે ત્રીજી ધમાકેદાર કન્સેપ્ટઃ નિમિષભાઇ અને હિરેનભાઇની બ્લેક કોફી પાછળ રાજકોટની જનતાને મળી રહી છે આપણા પોતિકા સાહિત્યની મીઠીમધુરી મિઠાસઃ હેમુ ગઢવી હોલમાં ફ્રી-એન્ટ્રી, પરંતુ વહેલા તે પહેલાના ધોરણે

જુદા-જુદા પ્રાંતોની અમર ગાથાઓ, ભજનો-ગીતો, હાસ્ય અને પારંપરિક વાતોનો ખજાનો ખુલશે... શનિવારે 'મૌજે ગુજરાત'

વિરલભાઇ-મિલન્દિભાઇનું મોજીલું સંચાલન, હિમાલી વ્યાસ નાયકના કર્ણપ્રીય ગીતો, આદિત્ય ગઢવી, પ્રહર વોરાનો લાક્ષણિક અંદાજ, ગાથા પોટાના સ્વરોની સુરાવલી, ડો. રઇશ મણિયારના મૃદુ પણ કટાક્ષથી ભરપુર ટહૂકા સોૈને ભરપુર મૌજ કરાવશે

રાજકોટ તા. ૧૩: 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ' ગુજરાત્રી અગાઉ કોકટેલ દેસી અને લાઇફ મંત્ર જેવી બે ધમાકેદાર ઇવેન્ટ્સ આપી ચુકયા બાદ હવે ત્રીજી નવી નક્કોર ઇવેન્ટ્સ લાવ્યું છે...જેના નામમાં જ મૌજ છે અને એ પણ ગુજરાતની. ગુજરાતીતાનું ગરવું સરનામુ બની ગયેલ ગુજરાત્રી પ્રસ્તુત-'મૌજે ગુજરાત' ૧૬મી નવેમ્બરે શનિવારે શ્રી હેમુ ગઢવી હોલ ખાતે યોજાશે. 'મૌજે ગુજરાત-ટેલ્સ એન્ડ સોંગ્સ ઓફ ગુજરાત'ના આ પ્રથમ શોમાં જુદા-જુદા પ્રાંતોની અમર ગાથાઓ કહેવાશે, ભજનો ગવાશે-ગીતો ગવાશે, એટલુ જ નહિ હાસ્ય અને પારંપરિક વાતોનો ખજાનો ત્રણ કલાકથી ઉપરના ગુજરાતી ફયુઝન જલસા 'મૌજે ગુજરાત'માં ખુલ્લો મુકાશે. આ ઇવેન્ટને તૈયારીનો આખરી ઓપ અપાઇ રહ્યો છે.

મૌજે ગુજરાતઃ નામમાં જ મોજ. અને એ પણ ગુજરાતની. અકિલાની રોનમાં આ ત્રીજો એક્કો. લાગે છે અકિલાની બેટમાં બધા એક્કા જ છે. જે એક પછી એક ખુલી રહ્યા છે. પહેલી સીઝન કોકટેલ દેસીની ધમાકેદાર શરૂઆત. સુર-સંગીતનો એક નવો જ કન્સેપ્ટ સાબિત થઇ હતી. જેની ધૂનમાં લોકો હજુ ઝુમતા હતાં ત્યાં ફરી એક અલગ જ કન્સેપ્ટ લઇ બીજી સીઝનમાં અકિલા લઈને આવ્યું હતું 'લાઈફ મંત્ર'.  જીવન જીવવા પ્રત્યે વિશ્વાસથી જોવાની એક અલગ દ્રષ્ટી તેમાં હતી. બંને સિઝનમાં ફ્રી પાસનું રજીસ્ટ્રેશન ખુલ્યા બાદ ૨-૫ દિવસમાં જ ફૂલ થઇ ગયું અને સગાવહાલાઓ માટે પણ પાસની વ્યવસ્થા ના થઇ શકી, તેવા અદ્દભુત આવકાર બાદ અકિલા લઈને આવી રહ્યું છે-ત્રીજી ઇનિંગ-'મૌજે ગુજરાત'.

અકિલાના શ્રી નિમિષભાઈ ગણાત્રા અને તેમના ભેરૂબંધ શ્રી હિરેનભાઈ સુબાની બ્લેક કોફી પાછળ રાજકોટની જનતાને મળી છે  આપણા પોતીકા સાહિત્યની મીઠીમધુરી મીઠાસ. સાહિત્યને ઉજાગર કરવાનો એક વિચાર અત્યારે રનીંગ કપ જેવો થઇ ગયો. પરંતુ હર સીઝન એક જુદી જ ઢબથી ડીઝાઇન થયેલી છે. કોઈ બીબાઢાળ નહિ બસ એક અલગ જ એવો કન્સેપ્ટ કે જે ગુજરાતીઓને ગુજરાતી ભાષા સાથે પ્રેમ કરાવે છે. બસ એવી જ નવીનતમ વિચારધારા લઇને અકિલા આવી રહ્યું છે ત્રીજી સીઝન  મૌજે ગુજરાત લઇને.

મૌજે ગુજરાત એટલે સાહિત્ય, વાર્તા, લોકકથા, ગીત, ભજન અને લોક વાયકાની જુગલબંધી. અકલ્પનીય અનુભવ થવાનો મંચ. જેમાં પહેલી સીઝન, બીજી સીઝનના મહારથીઓ સાથે નવા સિતારાઓ પણ તાલ મિલાવશે. ડી.જે. કે ડાયરામાં ના સાંભળ્યું હોઈ તેવા તાલ દેવાશે. હાર્દમાં આપણા સાહિત્યની આભા અને ઠસ્સો અકબંધ રાખી અને ફકત તેને આજના યુગની લગોલગ શણગારી અને પીરસવાનો સંગીતમય રસથાળ એટલે મૌજે ગુજરાત. જુદા-જુદા પ્રાંતોની અમર ગાથાઓ કહેવાશે, ભજનો ગવાશે, ગીતો ગવાશે, હાસ્ય અને પારંપરિક વાતો કરાશે. ત્રણ કલાકથી ઉપરનો ગુજરાતી ફયુઝન જલસો એટલે જ તો મૌજે ગુજરાત.

તો ચાલો તૈયાર થઇ જાવ ૧૬ નવેમ્બરે આવે છે ફરી એકવાર સંગીતનું વાવાજોડું, અકિલા ઇન્ડિયાની ત્રીજી ઇવેન્ટ. જેનું બુકિંગ સમયસર કરાવી લેજો, બાકી ત્યાં વહેલા તે પહેલાં ના ધારાધોરણ છે, લાગવગ પણ કામ નહિ આવે. કારણ અકિલા કોઈપણ ચાર્જ વગર ફકત ગુજરાત, ગુજરાતી, અને ગુજરાતી ભાષાની સેવા કરવાંના નિર્દોષ ઉદેશથી આપણને આપી રહ્યા છે આપણી જ ભાષામાં આપણી ગરિમા.

-: આલેખન :-

કુશ (કૌશિક પટેલ)

 

થેન્કયુ ગુજરાત્રિયન્સ... રજીસ્ટ્રેશન  ખુલતાં જ ગણત્રીના કલાકોમાં હાઉસફુલ

આમ છતાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવતાં રહેવું: એન્ટ્રીમાં જગ્યા થયે મેસેજ મળશે

અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ-ગુજરાત્રીએ ગુજરાતીઓ માટે નોખી-અનોખી અને નવીનતમ્ નઝરાણુ અગાઉ પુરૂ પાડ્યું છે. કોકટેઇલ દેશી તથા લાઇફ મંત્ર જેવી શાનદાર અને સફળતમ્ ઇવેન્ટને ગુજરાત્રિયન્સ સતત હજુ પણ યાદ કરી રહ્યા છે. ત્યાં હવે આ શનિવારે ગુજરાત્રી ત્રીજી નવી નક્કોર ઇવેન્ટ લાવી રહ્યું છે. આ ઇવેન્ટનો લ્હાવો લેવા અસંખ્ય શ્રોતાઓ અધીરા બની ગયા છે. તે વાતમાં શંકાને કોઇ સ્થાન નથી કે ઇવેન્ટસના નામ મુજબ જ સૌને અચૂક મોજે-મોજ થઇ જવાની છે. વાર્તાઓ-ગીતો અને જુદા-જુદા પ્રાંતની બીજી અનેક વાતો શ્રોતાઓ મૌજે ગુજરાતમાં માણીને રસ તરબોળ થઇ જશે.

અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્રસ-ગુજરાત્રી આયોજીત 'મૌજે ગુજરાત'ને પણ અગાઉની બે ઇવેન્ટસની જેમ જ ભરપુર પ્રતિસાદ મળ્યો છે. અગાઉ કોકટેલ દેસી અને લાઇફ મંત્રમાં ફ્રી એન્ટ્રી માટેના ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થતાં જ ધડાધડ એન્ટ્રી નોંધાવાઇ હતી અને બૂકીંગ ફુલ થઇ ગયું હતું. એ જ રીતે આ વખતે પણ રવિવારે 'મૌજે ગુજરાત' માટે ફ્રી એન્ટ્રી માટેનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થતાં જ ગણતરીના કલાકોમાં જ સીટો હાઉસફુલ થઇ ગઇ હતી. આ માટે તમામ ગુજરાતીયન્સનો આભાર માનવો રહ્યો...કલાકોમાં જ બૂકીંગ ફુલ થઇ ગયું તે દર્શાવે છે કે ગુજરાત્રીની આ ઇવેન્ટ્સની પણ અત્યંત આતુરતાથી રાહ જોવાઇ રહી છે. બૂકીંગ ફુલ થઇ ગયું હોવા છતાં પણ  ઓનલાઇન રજીસ્ટ્રેશન ખુલ્લુ રાખવામાં આવ્યું છે. કોઇપણ કારણોસર અમુક બુકીંગ રદ થતાં જાય તો તેની સામે રજીસ્ટ્રેશન કરાવનારને મેસેજથી જાણ કરવામાં આવશે. 

 

'મૌજે ગુજરાત' ઇવેન્ટનું ફેસબુક પર લાઇવ પ્રસારણ નહીં થાય

અકિલા ઇન્ડિયા ઇવેન્ટસ આયોજીત ત્રીજી જબરદસ્ત ઇવેન્ટ 'મૌજે ગુજરાત'નું ઓનલાઇન રજીસ્ટ્રેશન રવિવારે શરૂ થયાની સાથે જ ફુલ હાઉસફુલ થઇ ગયુ છે આમ છતાં ઘણા શ્રોતાઓ રજીસ્ટ્રેશન માટે કતારમાં છે. અગાઉની બે ઇવેન્ટ 'કોકટેલ દેશી' તથા 'લાઇફ મંત્ર'માં હેમુ ગઢવી હોલ ખાતે ખીચોખીચ શ્રોતાઓએ રૂબરૂ ભરપૂર આનંદ માણ્યો હતો, આ ઉપરાંત આ બંને ઇવેન્ટસનું અકિલા ફેસબુક લાઇવ પેજ દ્વારા પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેનો દેશ-વિદેશમાં વસતા અસંખ્ય અકિલા ચાહક વર્ગે લાભ લીધો હતો. પરંતુ આ વખતે 'મૌજે ગુજરાત' ઇવેન્ટસનું ફેસબુક લાઇવ પેજ દ્વારા લાઇવ પ્રસારણ નહીં થાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે ફેસબુક પેઇજ પર લાઇવ ઇવેન્ટ માણી શકાશે નહીં. જેથી જે શ્રોતાઓએ હજુ પણ રજીસ્ટ્રેશન ન કરાવ્યુ હોય તેઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લે. જેથી તેમનો ટર્ન આવ્યે રજીસ્ટ્રેશન ઓકેનો મેસેજ મોકલવામાં આવશે.

અહીં નોંધનીય છે કે, ફ્રી એન્ટ્રી પાસ લીધા પછી પણ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.

'મૌજે ગુજરાત' કાર્યક્રમ માણનારા માટે ટી-પોસ્ટ દ્વારા ચા-કોફી-કૂકીઝની વિનામુલ્યે સેવા

. 'અકિલા ઇન્ડિયા ઇવેન્ટ્સ-ગુજરાત્રી' દ્વારા ત્રીજી ઇવેન્ટ 'મૌજે ગુજરાત' શ્રી હેમુ ગઢવી હોલ ખાતે શનિવારે યોજાઇ છે. આ ઇવેન્ટ્સને મોજથી માણવાની સાથો સાથ શ્રોતાઓને વિનામુલ્યે ચા-કોફી અને કૂકીઝનો સ્વાદ પણ માણવા મળશે. આ માટેની વ્યવસ્થા ટી-પોસ્ટ દ્વારા કરવામાં આવી છે. અગાઉની ઇવેન્ટ્સમાં પણ ટી-પોસ્ટ દ્વારા આ સુવિધા પુરી પાડવામાં આવી હતી.

'ટી-પોસ્ટ' એટલે એવું નામ કે જેનું રાજકોટનું યુવાધન ખૂબ મોટુ ચાહક છે. શહેરમાં અનેક જગ્યાએ ટી-પોસ્ટની ફ્રેન્ચાઇઝી ઉપબલ્ધ છે જ્યાં મીઠી મધુરી ચા સાથે અન્ય નાસ્તાનો પણ સ્વાદ માણી શકાય છે. આ જ ટી-પોસ્ટ દ્વારા 'મૌજે ગુજરાત'ના શ્રોતાઓને સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિનામૂલ્યે ચા-કોફી અને કુકીઝની સુવિધા પૂરી પાડવામાં આવશે.

(12:00 am IST)