Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રામ રહિમે જેલપરિસરમાં મોબાઈલના ઉપયોગની કરી માંગણી :પરિજનોને મળવાનો સમય વધારો

નવી દિલ્હી :ડેરા સચ્ચા સોદાના ગુરમીત રામ રહિમ અને તેની દતક પુત્રી હનીપ્રિતે જેલ તંત્રને એક પત્ર લખ્યો છે. મહત્વનું છે કે, ગુરમીત રામ રહિમ હાલ દુષ્કર્મ કેસમાં કેદ ભોગવી રહ્યો છે. રામ રહિમની માંગ છે કે, તેને જેલ પરિસરમાં મોબાઈલનો ઉપયોગ કરવા દેવામાં આવે. તેમજ પરિજનો સાથે મળવાના સમયમાં પણ થોડો વધારો કરવા માંગ કરી છે. તો હનીપ્રિતે અન્ય જેલમાં શિફ્ટ થવા માંગ કરી છે

(8:15 pm IST)