Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

રાજસ્થાન ભાજપને મોટો ઝટકો :દૌસાના ભાજપના સાંસદ હરીશ મીણા કોંગ્રેસમાં જોડાયા

પૂર્વ ડીજીપી રહી ચૂકેલા હરીશ મીણાનો ઉપયોગ કોંગ્રેસ કિરોડીલાલ મીણાની મતબેંક કાપવા માટે કરશે

રાજસ્થાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે  દૌસાથી ભાજપના સાંસદ હરીશ મીણા કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અવિનાશ પાંડે, પૂર્વ સીએમ અશોક ગેહલોત અને પક્ષ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે.

  રાજસ્થાનના પૂર્વ ડીજીપી રહી ચૂકેલા હરીશ મીણાનો ઉપયોગ કોંગ્રેસ કિરોડીલાલ મીણાની મતબેંક કાપવા માટે કરશે કે જે હાલમાં ભાજપમાં શામેલ થયા છે

    હરીશ મીણાએ 2014ની લોકસભા ચૂંટણીમાં પોતાના જ ભાઈ નમોનારાયણ મીણાને હરાવ્યા હતા કે જે કોંગ્રેસની ટિકિટ પર દૌસાથી ચૂંટણી લડ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન હરીશ મીણાના મોટા ભાઈ નમોનારાયણમ મીણા ઘણી વાર કહેતા હતા કે પાઘડી તો મોટા ભાઈને માથે બંધાય છે. આ વાત પર હરીશ મીણાએ ક્યારેય કોઈ પલટવાર નથી કર્યુ પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં જીતની પાઘડી નાના ભાઈને માથે જ બંધાઈ. હરીશ મીણાની જીત સાથે દૌસામાં ભાજપને 25 વર્ષ બાદ વિજય મળ્યો હતો. 1989માં નાથુ સિંહ ગુર્જર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત મેળવી હતી. દૌસા લોકસભા સીટ પર મોટેભાગે કોંગ્રેસનો જ દબદબો રહ્યો છે.

(8:15 pm IST)