Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

દુષ્યંત તેમજ દિગ્વિજય બાદ અજય ચૌટાલાની હકાલપટ્ટી

પાર્ટીમાં જોરદાર ખેંચતાણની પરિસ્થિતિ : ૧૭મીના દિવસે એક સાથે જિંદ અને ચંદીગઢમાં બે મહત્વપૂર્ણ બેઠકો થશેઃસમાંતર બેઠકોને લઇને પાર્ટીમાં ભંગાણની સ્થિતિ

 ચંદીગઢ, તા. ૧૪ : હરિયાણામાં દિગ્ગજ ચૌટાલા પરિવાર આજે બે ભાગમાં વિભાજિત થવા માટે તૈયાર છે. અજય ચૌટાલા દ્વારા બોલાવવામાં આવેલી બેઠક પહેલા જ તેઓએ ઇન્ડિયન નેશનલ લોકદળમાંથી નિકળી જવાની જાહેરાત કરી હતી. જો કે, જાણકાર લોકોનું કહેવું છે કે, અજય ચૌટાલાને પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. એટલું જ નહીં અભય ચૌટાલા ગ્રુપના ઇન્ડિયન નેશનલ લોકદળના પ્રદેશ અધ્યક્ષ અશોક અરોરાએ આજ  દિવસે ૧૭મી નવેમ્બરના દિવસે ચંદીગઢમાં પ્રદેશ કારોબારીની મહત્વપૂર્ણ બેઠક બોલીવી લીધી છે. આની સાથે જ અભય ચૌટાલાએ ધારાસભ્યો દ્વારા અન્યત્ર વળી જવાની શંકાને ધ્યાનમાં લઇને ધારાસભ્યો ઉપર તલવાર લટકાવી દીધી છે. અશોક અરોડાએ પાર્ટી વડા ઓમપ્રકાશ ચૌટાલાના એક પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, અજય ચૌટાલાને પાર્ટીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે. જો કે, હકાલપટ્ટી પર ઓમપ્રકાશ ચૌટાલાની સહી સાથે સંબંધિત પત્ર હજુ સુધી સામે આવ્યો નથી. આના ઉપર અરોરાએ કહ્યું હતું કે, તેઓ પ્રદેશ અધ્યક્ષ તરીકે આની જાહેરાત કરી ચુક્યા છે. બીજી બાજુ ઓમપ્રકાશ ચૌટાલાના હસ્તાક્ષરની સાથે સાંસદ દુષ્યંત ચૌટાલા અને દિગ્વિજય ચૌટાલાની હકાલપટ્ટી સાથે સંબંધિત પત્રો મિડિયામાં આપી દેવામાં આવ્યા છે. ૧૭મીના દિવસે યોજાનારી બંને બેઠકો ઉપર કારોબારીઓનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. ઓહાનામાં યોજાયેલી રેલીની સાથે સાથે  કાકા-ભત્રીજામાં શરૂ થયેલી લડાઈ હવે બે ભાઈ અજય અને અભય વચ્ચે ખુલ્લીરીતે જાહેર થઇ ચુકી છે. પરિવારમાં સમાધાન કરાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે પરંતુ આ પ્રયાસો હજુ સુધી નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે. હવે સમગ્ર પ્રદેશની નજર ૧૭મી તારીખના દિવસે જિંદ અને ચંદીગઢમાં યોજાનારી સમાંતર બેઠક ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. મોટા કેડરવાળા રાજકીય  પરિવારમાં કયા ચહેરા નજર આવે છે તેના ઉપર તમામની નજર રહેશે. બંનેની નજર બંને બેઠકો ઉપર કેન્દ્રિત થઇ ચુકી છે. હજુ સુધી એમ માનવામાં આવી રહ્યું હતું કે, અજય ચૌટાલા જિંદમાં યોજાનારી બેઠક મારફતે અભય ગ્રુપની સામે મોટી કાર્યવાહી કરી શકે છે પરંતુ અભય જૂથે પગલા લેવામાં આવે તે પહેલા અજય ઉપર તલવાર ચલાવીને  માસ્ટર સ્ટ્રોક ફટકારી દીધો છે. પત્રકાર પરિષદમાં અભયની સાથે ઉપસ્થિત રહેલા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ અશોક અરોડાએ કહ્યું છે કે, ૧૨મી નવેમ્બરના દિવસે પાર્ટી સુપ્રીમો ઓમપ્રકાશ ચૌટાલાએ એક પત્ર મોકલ્યો હતો. તેને જારી કરવાથી પહેલા જ પાર્ટીના તમામ નેતાઓએ એવા પ્રયાસ કર્યા હતા કે, અજયસ્ ચૌટાલા જિંદની બેઠકને રદ કરે અને પાર્ટી પૂર્ણ એકતા સાથે વિરોધી રાજકીય પક્ષોનો સામનો કરે. અશોક અરોડાએ ઓમપ્રકાશ ચૌટાલાને ટાંકીને કહ્યું છે કે, વારંવારના પ્રયાસ છતાં અજય ચૌટાલા ૧૭મી નવેમ્બરના દિવસે બેઠક બોલાવીને કાર્યકરો અને નેતાઓને ભ્રમિત કરી રહ્યા છે. આ ઉપરાંત હાલની ગતિવિધિથી લાગે છે કે, તેઓ પાર્ટીમાં સમાંતર સંગઠન ચલાવવા ઇચ્છુક છે. આજ કારણસર તેમની હકાલપટ્ટી કરવામાં આવી છે.

(8:06 pm IST)